ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ganesh Gondal : ફરિયાદી યુવકને બોલાવી 10 શખ્સોની ઓળખ પરેડ, રિમાન્ડ નામંજૂર થતા HC જશે પોલીસ!

જુનાગઢના (Junagadh) દલિત યુવાનના અપહરણ અને હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ ગોંડલ (Ganesh Gondal,) સહિત 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલ જેલમાં છે. કોર્ટે ગણેશ જાડેજા સહિત 8 આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી જૂનાગઢ જેલ હવાલે કર્યા...
11:30 AM Jun 08, 2024 IST | Vipul Sen

જુનાગઢના (Junagadh) દલિત યુવાનના અપહરણ અને હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ ગોંડલ (Ganesh Gondal,) સહિત 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલ જેલમાં છે. કોર્ટે ગણેશ જાડેજા સહિત 8 આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી જૂનાગઢ જેલ હવાલે કર્યા છે. ત્યારે હવે માહિતી છે કે પોલીસે ફરિયાદી યુવક સંજુ સોલંકીને બોલાવીને 10 શખ્સોની ઓળખ પરેડ કરી છે. ગણેશ ગોંડલના રિમાન્ડ નામંજૂર થતાં હવે જુનાગઢ પોલીસ (Junagadh POLICE) હાઈકોર્ટ જશે.

જુનાગઢના હાઈપ્રોફાઇલ કેસમાં પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહિત 11 શખ્સોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીઓની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા કોર્ટમાં ( Junagadh court) રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે 8 આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી જુનાગઢ જેલ હવાલે કર્યા હતા. વધુ તપાસ હેઠળ પોલીસે ફરિયાદી યુવક સંજુ સોલંકીને બોલાવી 10 શખ્સોની ઓળખ પરેડ કરી હતી. આ સાથે આરોપી ગણેશ ગોંડલના રિમાન્ડ નામંજૂર થતાં પોલીસ હવે બનાવના વિવિધ તપાસના મુદ્દા સાથે હાઇકોર્ટમાં (High Court) જશે. અપહરણ અને હુમલા કેસમાં હજુ કેટલાક શખ્સની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે.

ગણેશ ગોંડલને પોલીસનો પણ ડર નથી ?

જણાવી દઇએ કે, જુનાગઢમાં (Junagadh) દલિત યુવક સાથે મારપીટ અને અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપી ગણેશ ગોંડલની (Ganesh Gondal,) પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ, જ્યારે ગણેશ ગોંડલને મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો હતો ત્યારે તેના ચહેરા પર પોલીસ કાર્યવાહીનો ડર નહીં પણ બેફિક્રી સાથે સ્મિત હતું. જાણે પોલીસનો તેને કોઈ ડર જ નથી. એવુ લાગી રહ્યું હતું કે, તે જાણે પોલીસની પકડમાં નહીં પરંતુ પોતાના મામાના ઘરે ગયો હોય! નોંધનીય છે કે, ઘણા સમયથી તે પોલીસની પકડથી દૂર હતો પરંતુ, ઘટનાના થોડા જ દિવસોમાં જુનાગઢ પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ હતી.

 

આ પણ વાંચો - Junagadh: ગણેશ જાડેજા સહિત આઠેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર, જૂનાગઢ જેલ મોકલવા કોર્ટેનો આદેશ

આ પણ વાંચો - Junagadh: આ તો જાણે મામાનું ઘર! પોલીસ પકડમાં પણ ગણેશ ગોંડલની ખીખીખી…

આ પણ વાંચો - Junagadh: ગણેશ ગોંડલની ધરપકડ બાદ તપાસ અધિકારીએ આવું કેમ કર્યું ?

Tags :
Ganesh GondalGanesh JadejaGujarat FirstGujarati NewsHigh CourtJunagadhJunagadh CourtJunagadh PoliceSanju Solanki
Next Article