Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ganesh Gondal : દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલને કોર્ટથી મોટો ઝટકો!

જુનાગઢમાં (Junagadh) દલિત યુવકને માર મારવા મામલે આરોપી અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલને (Ganesh Gondal) કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. આરોપી ગણેશ ગોંડલ સહિત 5 આરોપીનાં જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. ગણેશ ગોંડલ પર હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી...
05:31 PM Jun 25, 2024 IST | Vipul Sen

જુનાગઢમાં (Junagadh) દલિત યુવકને માર મારવા મામલે આરોપી અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલને (Ganesh Gondal) કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. આરોપી ગણેશ ગોંડલ સહિત 5 આરોપીનાં જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. ગણેશ ગોંડલ પર હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે.

ગણેશ ગોંડલ સહિત 5 લોકોની જામીન અરજી ફગાવાઈ

જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજુ સોલંકીનાં (Sanju Solanki) અપહરણ અને હુમલાના કેસમાં (Ganesh Gondal Case) ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત 11 શખ્સોની ધરપકડ કરાઈ હતી. ગણેશ ગોંડલ સહિત અન્ય આરોપીઓ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આરોપી ગણેશ ગોંડલ સહિત 5 લોકોની જામીન અરજી ફગાવી હતી. ગણેશ જાડેજા સહિત અન્ય આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી (Atrocity) સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે, જે અંગે આજે જૂનાગઢ કોર્ટમાં (Junagadh Court) સુનાવણી હાથ ધરાઈ હતી.

પોલીસની કામગીરી સામે પણ ઊઠ્યા હતા અનેક સવાલ

જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજય સોલંકીનું (Sanjay Solanki) અપહરણ કરીને તેને ઢોર માર મારવા મામલે આરોપી ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ચર્ચિત કેસમાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા હતા. કારણ કે જ્યારે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી અને તેને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તે હસતા મોઢે જોવા મળ્યો હતો. ગણેશ ગોંડલને જાણે પોલીસનો કોઈ ડર જ નથી. એવુ લાગી રહ્યું હતું કે, તે જાણે પોલીસની પકડમાં નહીં પરંતુ પોતાનાં મામાના ઘરે ગયો હોય! જો કે, આરોપીને કડકમાં કડક સજા થયા તે માટે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીઓનું આયોજન પણ કરાયું હતું.

 

આ પણ વાંચો - Rajkot Bandh: ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે આજે રાજકોટ બંધનું એલાન

આ પણ વાંચો - Rajkot : પીડિતાએ વર્ણવી હચમચાવે એવી આપવીતી! સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો - Rajkot પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દેશી દારૂનો જથ્થો ઝડ્યો

Tags :
Atrocities ActAtrocityBJPbjp-mlaCongressDYSP J.K. JhalaGanesh GondalGanesh JadejaGujarat FirstGujarati NewsJunagadhJunagadh PoliceKalwa ChowkN.S.U.I president Sanjay Solanki
Next Article