Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GANDHINAGAR : નખશીખ કોંગ્રેસી જે. બી. પટેલ ભાજપમાં જોડાશે, ઓપરેશન લોટસને મળી મોટી સફળતા

GANDHINAGAR : લોકસભા 2024 (LOKSABHA - 2024)ની ચૂંટણીની જાહેરાત બાદ અમદાવાદ (AHMEDABAD) ની વેજલપુર વિધાનસભા (VEJALPUR MLA SEAT) માં ઓપરેશન લોટસ (OPERATION LOTUS) ને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. નખશીખ કોંગ્રેસી (CONGRESS) ગણાતા જે. બી. પટેલ ટુંક સમયમાં...
gandhinagar   નખશીખ કોંગ્રેસી જે  બી  પટેલ ભાજપમાં જોડાશે  ઓપરેશન લોટસને મળી મોટી સફળતા

GANDHINAGAR : લોકસભા 2024 (LOKSABHA - 2024)ની ચૂંટણીની જાહેરાત બાદ અમદાવાદ (AHMEDABAD) ની વેજલપુર વિધાનસભા (VEJALPUR MLA SEAT) માં ઓપરેશન લોટસ (OPERATION LOTUS) ને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. નખશીખ કોંગ્રેસી (CONGRESS) ગણાતા જે. બી. પટેલ ટુંક સમયમાં કેસરિયો ધારણ કરશે. તેમની સાથે અન્ય અગ્રણીઓ પણ ભાજપમાં જોડાઇ શકે છે. જે. બી. પટેલ અહેમદ પટેલ જૂથના ગણાતા હતા. અને તેઓ એક સમયે કોંગ્રેસના હાઇકમાન્ડની નજીક હોવાનું પણ માનવામાં આવતું હતું.

Advertisement

અહેમદ પટેલ જુથના વજનદાર નેતા

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ અન્ય પાર્ટીઓમાંથી નેતાઓનું ભાજપ તરફ પ્રયાણ જારી છે. તો કેટલીક જગ્યાએ ઓપરેશન લોટસ સફળ થતા અગ્રણીઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ સિલસિલો જારી રાખતા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઓપરેશન લોટસ અંતર્ગત મોટી સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સમયે નખશીખ કોંગ્રેસી અને અહેમદ પટેલ જુથના વજનદાર નેતા ગણાતા જે. બી. પટેલ ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. તેઓ કોંગ્રેસના હાઇકમાન્ડની નજીકના હોવાનું પણ માનવામાં આવતું હતું. તેમની સાથે રમાભાઇ ભરવાડ પણ ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે.

જે. બી. પટેલની રાજકીય સફર

જે. બી. પટેલ વર્ષ 1995, 1998, 2002 માં વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. તેઓ માંડલ વિધાનસભા બેઠક પરથી પણ ઉમેદવાારી કરી રહ્યા છે. એટલું જ નહિ તેઓ અમદાવાદના પ્રતિષ્ઠિત રાજપથ ક્બલના સેક્રેટરી પણ રહી ચુક્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગત ચૂ્ંટણીમાં જે. બી. પટેલ પરિજનને વેજલપુર બેઠક પરથી ચૂંટણીની ટીકીટ મળી હતી. જેમાં તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. અને બેઠક પરથી ભાજપના અમિત ઠાકરનો વિજય થયો હતો. આ સફળતા મળતા જ વિસ્તારને કોંગ્રેસ મુક્ત કરવામાં સફળતા મળી રહી છે. સાથે જ ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડનાર છે. પરિસ્થીતીઓને જોતા તેઓ ગત લોકસભાની ચૂંટણીના મતદાનને રેકોર્ડ તોડી નવા વિક્રમી મત સાથે જીત મેળવી શકે છે.

Advertisement

કનુભાઇ કળસરિયાનું મન માનતું નથી

ભાજપના કનુભાઇ કળસરિયા તાજેતરમાં ભાજપમાં જોડાવવા માટે આતુર હતા. જેની પ્રબળ શક્યતાઓ વચ્ચે આજે તેમણે ભાજપમાં જોડાવવાની વાતને લઇે નન્નેૈયો ભણ્યો છે. તળાજાના માણાસની સભામાં તેમણે ખુલાસો કરતા કહ્યું છે કે, મારૂ મન ભાજપમાં જવા માનતું નથી, તેથી મેં ભાજપમાં જવાનું માંડી વાળ્યું છે. કનુભાઇ કળસરિયા જમીનના નેતા તરીકે ઓળખાય છે. ખેડુત વર્ગમાં તેઓ ખાસા લોકપ્રિય છે. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસને હરાવીને તેઓ જાયન્ટ કિલર બન્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : BJP MLA કેતન ઇનામદારના રાજીનામા બાદ MP રંજનબેન ભટ્ટે કહ્યું, “ઘટના દુ:ખદ છે, સંપર્ક કરીશ”

Advertisement

Tags :
Advertisement

.