Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : માણસામાં ક્ષત્રિયોનું મહાસંમેલન, આગેવાનોએ કરી આ ખાસ અપીલ!

ગાંધીનગરના (Gandhinagar) માણેકપુર માણસા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડા, રમજુભા જાડેજા, વિજયસિંહ ચવડા અને અજીતસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ભાજપ (BJP)...
gandhinagar   માણસામાં ક્ષત્રિયોનું મહાસંમેલન  આગેવાનોએ કરી આ ખાસ અપીલ

ગાંધીનગરના (Gandhinagar) માણેકપુર માણસા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડા, રમજુભા જાડેજા, વિજયસિંહ ચવડા અને અજીતસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ભાજપ (BJP) વિરુદ્ધ મતદાન કરવા અપીલ અને ક્ષત્રિય આંદોલનમાં તમામ અન્ય સમાજને આવકારવા આવાહન કરાયું હતું.

Advertisement

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી છે. આ આંદોલનને લઈ ક્ષત્રિય સમાજ(Kshatriya Samaj) દ્વારા વિવિધ જિલ્લાઓમાં સંમેલન કરી વિરોધ દાખવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ગાંધીનગરના (Gandhinagar) માણસા (Mansa) ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Samaj Sammelan) યોજાયું હતું, જેમાં કરણસિંહ ચાવડા (Karan Singh Chavda), રમજુભા જાડેજા (Ramjubha Jadeja), વિજયસિંહ ચવડા (Vijay Singh Chavda) અને અજીતસિંહ ચાવડા (Ajit Singh Chavda) સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન કર્યું તે ઇતિહાસમાં લખાશે : કરણ સિંહ ચાવડા

કરણ સિંહ ચાવડાએ કહ્યું કે, અમે કશું લેવા નીકળ્યા નથી પણ અમારો ક્ષત્રિય સમાજ એક થઈ ગયો છે એ મોટી વાત છે. ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન કર્યું તે ઇતિહાસમાં લખાશે. ગુજરાતના (Gujarat) ક્ષત્રિયોએ 75 વર્ષે ઈતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર સાથેની બેઠકોમાં પણ બે લોકો જ બોલ્યા અને સમાજના બધા આગેવાનો સંભાળતા હતા. તેમણે કહ્યું કે, અમે ક્યાંય હાથ ફેલાયો નથી. સંપૂર્ણ ખર્ચ સંકલન સમિતિએ કર્યો છે. આઈબીનો રિપોર્ટ છે કે આ વખતે ભાજપ 10 બેઠકો ગુમાવી શકે છે. ભાજપ (BJP) વિરુદ્ધ ગુજરાતની 25 બેઠકો પર મતદાન કરીશું. એક વ્યક્તિને દૂર કરી દીધા હોત તો આવું ના થાત.

મતથી જ જવાબ આપવાનો છે મતથી મોટી કોઇ વાત નથી : રમજુભા જાડેજા

રમજુભા જાડેજાએ કહ્યું કે, શંકા-કુશંકાથી દૂર રહેવાનું છે, સંકલન સમિતિ (Kshatriya Sankalan sammitty) પર વિશ્વાસ રાખવાનો છે. મતથી જ જવાબ આપવાનો છે મતથી મોટી કોઇ વાત નથી. કોઈ પણ સમાજની નારી હોય કે નારીની વાત આવશે તો કોઈ પણ સમાજ આંદોલન કરશે. આ સાથે તેમણે કહ્યું કે, આ અસ્મિતાની લડાઈ છે. ભાજપ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપીશું.

Advertisement

આ પણ વાંચો - Amit Shah : નરોડામાં અમિત શાહે કહ્યું – આપણા નરેન્દ્રભાઈએ સેન્ચુરી મારવાનું કામ..!

આ પણ વાંચો - Kshatriya Asmita Sammelan : ક્ષત્રિયોએ ગેનીબેનનું મામેરું કર્યું, કહ્યું- મારા શિરે જાગીરદાર સમાજે…

આ પણ વાંચો - Kshatriya Samaj : પદ્મીનીબા વાળાના મોટા એલાનથી ખળભળાટ

Tags :
Advertisement

.