Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા 5 નેતાઓ આવતીકાલે લેશે શપથ

Gandhinagar : ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી.જેમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો.   5 બેઠકો પર...
gandhinagar   ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા 5 નેતાઓ આવતીકાલે લેશે શપથ

Gandhinagar : ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી.જેમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો.

Advertisement

5 બેઠકો પર યોજાઈ હતી પેટા ચૂંટણી

પોરબંદર બેઠક પર ભાજપે અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપી હતી. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી હતી. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

Advertisement

નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો ધારાસભ્ય પદના શપથ લેશે

સી જે ચાવડાવિજાપુર
અર્જુન મોઢવાડિયાપોરબંદર
ચિરાગ પટેલખંભાત
અરવિંદ લાડાણીમાણાવદર
ધર્મેન્દ્રસિંહવાઘોડીયા

7 મે ના રોજ આ પેટા ચૂંટણી યોજાઈ હતી.વાઘોડિયા બેઠક પરથી ધર્મેંદ્રસિંહ વાઘેલાએ જીત નોંધાવી છે. તેમને 1,27,446 મત મળ્યા છે.પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયાની જીત થઇ છે. મોઢવાડિયાને 133163 મત મળ્યા છે ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88457 મત મળ્યા છે.વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા આગળનો વિજય થયો છે. આ બેઠક પર તેમને 100641 મત મળ્યા છે.માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને 82017 મત મળ્યા છે.

Advertisement

આ પણ  વાંચો - VADODARA : મેગા નેશનલ લોક અદાલતમાં કયા કેસો મુકી શકાશે, જાણો વિતગવાર

આ પણ  વાંચો - Rajkot : સનાતન ધર્મનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે સંતો-મહંતોનું મહાસંમેલન

આ પણ  વાંચો - VADODARA : ગોલ્ડન ચોકડી નજીક કારમાં આગ લાગતા જીવ તાળવે ચોંટ્યા

Tags :
Advertisement

.