Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPS Sanjiv Bhatt CASE : પૂર્વ IPS સંજીવ ભટ્ટના પત્નીએ HC માં અરજી કરીને કરી આ માગ!

બનાસકાંઠા (Banaskantha ) ના તત્કાલીન SP અને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની (IPS Sanjiv Bhatt CASE) સજા મામલે મહત્ત્વના સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, સંજીવ ભટ્ટના પત્નીએ હાઇકોર્ટમાં (High Court) અરજી કરીને સંજીવ ભટ્ટને પાલનપુરની જેલમાં (Palanpur jail) જ રાખવા...
ips sanjiv bhatt case   પૂર્વ ips સંજીવ ભટ્ટના પત્નીએ hc માં અરજી કરીને કરી આ માગ
Advertisement

બનાસકાંઠા (Banaskantha ) ના તત્કાલીન SP અને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની (IPS Sanjiv Bhatt CASE) સજા મામલે મહત્ત્વના સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, સંજીવ ભટ્ટના પત્નીએ હાઇકોર્ટમાં (High Court) અરજી કરીને સંજીવ ભટ્ટને પાલનપુરની જેલમાં (Palanpur jail) જ રાખવા માગ કરી છે. અરજીમાં કહેવાયું છે કે, ભટ્ટને અન્ય દોષિતો સાથે જેલમાં રાખવા પડે છે. જો કે, સંજીવ ભટ્ટના પત્નીની આ અરજીનો સરકાર દ્વારા વિરોધ કરાયો છે. જણાવી દઈએ કે, ડ્રગ્સ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ અગાઉ પાલનપુર કોર્ટમાં દોષિત જાહેર થતા 20 વર્ષની આકરી સજા ફટકારવામાં આવી હતી.

બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાની પાલનપુર કોર્ટમાં (Palanpur jail) અગાઉ 25 વર્ષ જૂના ડ્રગ્સ કેસમાં (drug case) પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત સાબિત થતા અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકારવામાં આવ્યા હતા. કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની આકરી સજા અને રૂ. 2 લાખના દંડ ફટકાર્યો હતો. જો કે, હવે સંજીવ ભટ્ટને (IPS Sanjiv Bhatt CASE) પાલનપુર જેલમાંથી નહીં ખસેડવા તેમના પત્ની દ્વારા હાઈકોર્ટમાં (High Court) રિટ પિટિશન કરવામાં આવી છે. અરજીમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર જેલમાં જ રાખવા માગ કરાઈ છે અને અન્ય દોષિતો સાથે જેલમાં રાખવા પડે છે તેમ જણાવ્યું છે. જો કે, બીજી તરફ સરકાર દ્વારા આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

વર્ષ 2018માં સંજીવ ભટ્ટની કરાઈ હતી ધરપકડ

આરોપ મુજબ, સંજીવ ભટ્ટે વર્ષ 1996 માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલના રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યા હતા, સાથે જ દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં 5 સપ્ટેમ્બર 2018 માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી, જેના મામલે સેશન્સ કોર્ટે પૂર્વ IPS ને દોષિત જાહેર કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા, NDPS કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટે ફટકારી સજા

આ પણ વાંચો - Cow Killing : ચોરીના ગૌવંશનું માંસ અમદાવાદમાં વેચતી ટોળકી કલોલમાંથી ઝડપાઈ

આ પણ વાંચો - DySP Transfer : ગૃહ વિભાગે મોટો લોચો માર્યો, રજૂઆત-ફરિયાદો બાદ ભૂલ સુધારી

Tags :
Advertisement

Trending News

.

×