Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Food coupon distribution: છોટાઉદેપુરમાં સર્વ સમાજ સેના દ્વારા બાપુ બોલેગા કાર્યક્રમનું કરાયું આયોજન

Food coupon distribution: છોટા ઉદેપુર સર્વ સમાજ સેના દ્વારા "બાપુ બોલેગા કાર્યક્રમ" થકી સરકારની રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ ની જાહેર વિતરણ વ્યવસ્થા ના લાભાર્થીઓને જાગૃતી અભીયાન હાથ ધરવામાં આવતા કેટલીક જગ્યાએ લાભાર્થીઓને અનાજ વિતરણની કુપન આપવાનું શરૂ કરવામાં આવ્યું...
08:25 PM Feb 09, 2024 IST | Aviraj Bagda
Bapu Bolega program was organized by Sarva Samaj Sena in Chotaudepur

Food coupon distribution: છોટા ઉદેપુર સર્વ સમાજ સેના દ્વારા "બાપુ બોલેગા કાર્યક્રમ" થકી સરકારની રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ ની જાહેર વિતરણ વ્યવસ્થા ના લાભાર્થીઓને જાગૃતી અભીયાન હાથ ધરવામાં આવતા કેટલીક જગ્યાએ લાભાર્થીઓને અનાજ વિતરણની કુપન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, તો હજી પણ ઘણી જગ્યાએ સંચાલકો દ્વારા નન્નો પકડી રાખતા સત્વરે કુપન આપવાનું શરૂ કરવામાં આવે તેવી માંગ છોટા ઉદેપુર જીલ્લા સેના પ્રમુખ દ્રારા કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના કેટલાક રેશનિંગ સંચાલકો અનાજ વિતરણની કૂપન આપતા નથી. તેમજ લાભાર્થીઓ ને અનાજનો જથ્થો પણ પૂરતો આપતા નથી હોવાની સામૂહિક ફરીયાદ છેલ્લા કેટલાય સમયથી અસ્તિત્વમાં હતી, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા સર્વે સમાજના પ્રમુખને આ બાબતે ફરિયાદ મળતા તેમણે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી લોક જાગૃતિ ફેલાવવામાં આવી હતી. છોટાઉદેપુરના તમામ સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોને અપીલ પણ કરવામા આવેલ છે, કે તમામ લાભાર્થીઓને તેમના પુરવઠા વિતરણની પાવતી આપવામાં આવે અને સસ્તા અનાજની દુકાનના ગ્રાહકોને પૂરતું અનાજ મળી રહે તે માંટે તેમણે સૌથી મોટી લડત સોશિયલ મીડિયા થકી બાપુ બોલેગા કાર્યક્ર્મ અંતર્ગત ચલાવવામાં આવી રહી છે. જેમને અનેક ફરિયાદો અપૂરતા પુરવઠા બાબતે પણ મળી રહી છે તો ગરીબોને કેટલું અનાજ મળવા પ્રાપ્ત છે તે કુપન પણ સંચાલકો આપતા નથી. જેથી કરીને ગરીબોને પૂરતી ખબર પડતી નથી કે અનાજનો જથ્થો પણ ઓછો આપવામા આવે છે, આ અંગે એક અભીયાન ચલાવવામા આવતા હાલ કેટલીક જગ્યાએ સંચાલકો દ્વારા કુપન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, તો હજી કેટલીક જગ્યાએ લાભાર્થીઓને કુપન અપાતી નથી.

Food coupon distribution

સર્વ સમાજ સેના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ મહિપાલસિંહ રાજપૂત દ્રારા જણાવેલ કે બાપુ બોલેગા કાર્યક્રમ થકી લોકોને જાગૃત કરવામાં આવતા કેટલીક જગ્યાએ કુપન આપવાનું શરૂ કરાયું છે તો હજી પણ કેટલીક જગ્યાએ લાભાર્થીઓને કુપન નહીં આપવામાં આવતી હોય તે સત્વરે શરૂ કરવામાં આવે નહીં તો આખરે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની ફરજ પડશે.

તો બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારી ને આ અંગે પૂછતા જણાવેલ કે તમામ તાલુકા કક્ષાએથી આ અંગેના રિપોર્ટ મંગાવાયા છે. જેવા સરકારી જવાબો આપ્યા હતા. તેમજ જિલ્લા કક્ષાએથી આ અંગે કોઈ દુકાન સંચાલકોની મુલાકાત કે જન સંવાદ જેવી પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવી છે કે કેમ તો તેના પણ ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા હતા.

ત્યારે સવાલો એ સ્વભાવિક રીતે ઉભા થાય કે જે કામગીરી માંટે અલાયદા વિભાગ અને કર્મચારીઓની એક ફોજ હયાત છે તેવામાં એક સામાજીક સંગઠન દ્વારા લોકોને તેઓના લાભ અંગે જાગૃત કરવામાં આવતા હોય ત્યારબાદ પણ વિભાગ તેની પરીણામ લક્ષી નોંધ લેવાની તસ્દી ન લેતુ હોઈ તો લાભાર્થીઓના હકકો ની જાળવણી અને સંરક્ષણ બાબતે તો વિચારવુ જ રહ્યું.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: BANASKANTHA : ડીસાની ઠાકોર સમાજની મહિલાએ એવું તે શુ કર્યું કે સરકારે ડ્રોન દીદી બનાવી….

Tags :
ChhotaUdepurFood couponFood coupon distributiongovernmentGovernmentyojanaGujaratGujaratFirstProtestViralYojana
Next Article