ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

E-bike blast : સુરતમાં ચાર્જિંગ વખતે લાગી આગ, નજીક પડેલો LPG સિલિન્ડર પણ ફાટ્યો, 1 યુવતીનું મોત

સુરતનાં (Surat) લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. ચાર્જિંગમાં મૂકવામાં આવેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ (E-bike blast) થતાં આગ લાગી હતી. આ આગની ચપેટમાં બાજુમાં જ મૂકવામાં આવેલ LPG સિલિંડર પણ આવતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં સ્થાનિક...
11:41 AM Jun 21, 2024 IST | Vipul Sen

સુરતનાં (Surat) લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. ચાર્જિંગમાં મૂકવામાં આવેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ (E-bike blast) થતાં આગ લાગી હતી. આ આગની ચપેટમાં બાજુમાં જ મૂકવામાં આવેલ LPG સિલિંડર પણ આવતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ આગમાં 3 વ્યક્તિઓ ત્રીજા માળે ફસાયા હોવાથી ફાયર બ્રિગેડને (fire team) જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં 3 પૈકી 1 ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હોવાની માહિતી છે.

ઇ-બાઇકમાં આગ લાગતા અફરાતફરી

ઇ-બાઇકમાં ચાર્જિંગ સમયે થયો બ્લાસ્ટ

સુરતના લિંબાયત (Limbayat) વિસ્તરામાં વહેલી સવારે ચાર્જિંગમાં મૂકેલી ઇ-બાઇકમાં અચાનક આગ ફાટી (E-bike blast) નીકળી હતી. આ આગમાં બાજુંમાં મૂકેલ LPG સિલિન્ડર પણ બ્લાસ્ટ થતાં સ્થાનીકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ત્રીજા માળે ફસાયા હતા. આથી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન (rescue operation) હાથ ધરી ત્રીજા માળે ફસાયેલા એક મહિલા, બાળક અને ઉંમરલાયક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. જો કે, આ ઘટનામાં વૃદ્ધ વ્યક્તિ દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં એક 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. યુવતીને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઇ હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું છે.

3 લોકોનું TTL હાઇડ્રોલિક મશીન વડે રેસ્ક્યૂ કરાયુંં

TTL હાઇડ્રોલિક મશીન વડે સહી-સલામત રેસ્ક્યૂ કરાયાં

માહિતી મુજબ, તમામને ફાયર વિભાગ દ્વારા TTL હાઇડ્રોલિક મશીન વડે સહી-સલામત રેસ્ક્યૂ કરાયાં હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ (Limbayat police) પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઉંમરલાયક વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આગની ઘટનાથી વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો - VADODARA : રાવપુરા મેઇન રોડ પરની 4 દુકાનો ભીષણ આગની ઝપટમાં

આ પણ વાંચો - Surat : દારૂબંધીનાં રખેવાળ જ દારૂ પાર્ટી કરતાં રંગે હાથ ઝડપાયા, SMC ની આબરૂં ધજાગરા ઉડાડ્યા!

આ પણ વાંચો - Sabarkantha : વીજ પોલ પર વાયર નાખવા મુદ્દે 3 લોકોએ શખ્સ પર કુહાડીથી હુમલો કર્યો, 3 સામે ફરિયાદ

Tags :
e-bike charging blastFire teamGujarat FirstGujarati NewLimbayatLimbayat policeLPG CylinderSuratTTL hydraulic machine
Next Article