Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EWS-2 આવાસ યોજના : ખુશખબર..., આજથી અરજી પ્રક્રિયા શરૂ, કેવી રીતે ભરવું ફોર્મ ? આ Video થી સમજો

અમદાવાદીઓ (Ahmedabad) માટે એક સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં ઘર ખરીદવાનું સપનું હવે સાકાર થશે. સરકારી યોજના હેઠળ ઘર ખરીદવાની રાહ જોનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. EWS-2 આવાસ યોજના (EWS housing scheme) હેઠળ ઘર ખરીદવા માટે અરજી પ્રક્રિયા આજથી શરૂ...
01:05 PM Mar 15, 2024 IST | Vipul Sen

અમદાવાદીઓ (Ahmedabad) માટે એક સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં ઘર ખરીદવાનું સપનું હવે સાકાર થશે. સરકારી યોજના હેઠળ ઘર ખરીદવાની રાહ જોનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. EWS-2 આવાસ યોજના (EWS housing scheme) હેઠળ ઘર ખરીદવા માટે અરજી પ્રક્રિયા આજથી શરૂ કરાઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ લોકોએ અરજી કરવાની રહેશે. રૂ. 3 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકો જ આ યોજનાનો લાભ લઈ શકશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દરેક નાગરિક પાસે પોતાનું ઘર હોય તેવા લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના, EWS આવાસ યોજના સહિત વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે EWS-2 આવાસ યોજના (EWS housing scheme) હેઠળ ઘર ખરીદવા માટે અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. આ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે AMC ની સત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની તારીખ 15 માર્ચથી 13 મે સુધીની નક્કી કરાઈ છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકોનું પોતાના ઘરનું સપનું સાકાર થઈ શકે તે હેતુંથી આ યોજના અમલમાં મૂકાઈ છે. અરજી કરવા માટે ફોર્મ કેવી રીતે ભરવું ? તે આ વીડિયોથી સમજો...

નરોડા, હંસપુરા, ગોતામાં કુલ 1055 આવાસનું નિર્માણ થશે

માહિતી મુજબ, EWS આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અમદાવાદના નરોડા (Naroda), હંસપુરા, ગોતામાં (Gota) કુલ 1055 આવાસનું નિર્માણ કરાશે. 35 થી 40 ચો.મી. કાર્પેટ એરિયા ધરાવતા આ મકાનની કિંમત રૂ. 5.50 લાખ અને મેઈન્ટેનન્સ 50 હજાર રહેશે. મહત્ત્વનું છે કે, રૂ. 3 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકોને જ આ યોજનાનો લાભ મળશે.

આ પણ વાંચો - Ahmedabad : ફતેહવાડીમાં મોડી રાતે ભીષણ આગ, 3 રિક્ષા, 50 બાઈક બળીને ખાખ, એક વૃદ્ધ મહિલાનું મોત

આ પણ વાંચો - Holi Special Train : હોળી નિમિત્તે પશ્ચિમ રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન

આ પણ વાંચો - VADODARA : વિતેલા 3 વર્ષમાં 84 વિદેશી લોકો ભારતીય નાગરિક બન્યા, જાણો શું આપ્યા કારણ

Tags :
AhmedabadAMCCentral and State Governmentseconomically weaker sectionEWS housing schemeGotaGujarat FirstGujarati NewsHanspuraNarodaPradhan Mantri Awas Yojana Urban
Next Article