Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ElectionsResults : અહીં BJP ની જીત પાક્કી! આ ઉમેદવારો પહેરશે જીતનો તાજ!

ElectionsResults : ગુજરાતમાં (Gujarat) 25 લોકસભા બેઠક (Lok Sabha Elections 2024) પર હાલ મતગણતરી ચાલી રહી છે. જો કે, 23 બેઠક પર ભાજપ (BJP) આગળ છે જ્યારે કોંગ્રેસના (Congress) ફાળે 2 બેઠકો જોવા મળી રહી છે. સુરત (Surat) બેઠક પર...
electionsresults   અહીં bjp ની જીત પાક્કી  આ ઉમેદવારો પહેરશે જીતનો તાજ

ElectionsResults : ગુજરાતમાં (Gujarat) 25 લોકસભા બેઠક (Lok Sabha Elections 2024) પર હાલ મતગણતરી ચાલી રહી છે. જો કે, 23 બેઠક પર ભાજપ (BJP) આગળ છે જ્યારે કોંગ્રેસના (Congress) ફાળે 2 બેઠકો જોવા મળી રહી છે. સુરત (Surat) બેઠક પર મતદાન પહેલાથી જ ભાજપે જીત નોંધાવી હતી. હાલ જે ઉમેદવારો 50 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે તેમની જીત પાક્કી માનવામાં આવી રહી છે. આ ઉમેદાવારો કોણ છે આવો જાણીએ....

Advertisement

સૌથી પહેલા ગાંધીનગર (GandhiNagar) લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) જીત પાક્કી માનવામાં આવી રહી છે. અમિત શાહ કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલથી (Sonalben Patel) હાલ 1.60 લાખથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. અમદાવાદ પૂર્વ (Ahmedabad East) બેઠકની વાત કરીએ તો ભાજપના હસમુખ પટેલ ( HASMUKHBHAI PATEL) કોંગ્રેસના હિમ્મતસિંહ પટેલથી 94 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠકથી વાત કરીએ તો ભાજપના દિનેશ મકવાણા (DINESHBHAI MAKWANA) કોંગ્રેસના ભરત મકવાણાથી 1.35 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. અન્ય બેઠકોની (ElectionsResults) વાત કરીએ તો...

Advertisement

અમરેલી : લોકસભા બેઠક પરથી BJP ના ભરતભાઈ સુતરિયા કોંગ્રેસના ઉમેદવાર જેની થુમ્મરથી (JENNY THUMMAR) 85,089 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બારડોલી : લોકસભા બેઠક પરથી BJP ના પ્રભુભાઈ વસાવા (PARBHUBHAI VASAVA) કોંગ્રેસના ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહથી 88,670 મતોથી આગળ ચાલી રહ્યા છે.
ભરૂચ : લોકસભા બેઠક પરથી BJP ના મનસુખ વસાવા I.N.D.I. ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાથી 51,587 મતોથી આગળ ચાલી રહ્યા છે.
ભાવનગર : લોકસભા બેઠક પરથી BJP ના નિમુબેન બાંભણીયા કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ મકવાણાથી 1.17 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે.
છોટાઉદેપુર : BJP ના જશુભાઈ રાઠવા કોંગ્રેસના સુખરામભાઈ રાઠવાથી 2.07 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે.
દાહોદ : BJP ના જસવંતસિંહ ભાભોર કોંગ્રેસના ડૉ. પ્રભાબેન તાવીયાડથી 87,538 વોટથી આગળ ચાલી રહ્યા છે.
જામનગર : BJP ના પૂનમબેન માડમ (Poonamben Maadam) કોંગ્રેસના જે.પી. મારવીયાથી 58,711 મતોથી આગળ ચાલી રહ્યા છે.
જૂનાગઢ : BJP ના રાજેશભાઈ ચુડાસમા કોંગ્રેસના હીરાભાઈ જોટવાથી 52,116 મતોથી આગળ ચાલી રહ્યા છે.
ખેડા : BJP ના દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના કાળુસિંહ ડાબીથી 1.33 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે.
મહેસાણા : BJP ના હરિભાઈ પટેલ કોંગ્રેસના રામજી ઠાકોરથી 83,472 મતોથી આગળ ચાલી રહ્યા છે.
નવસારી : BJP ના CR પાટીલ (CR Patil) કોંગ્રેસના નૈષધભાઈ દેસાઈથી 1.78 લાખથી આગળ ચાલી રહ્યા છે.
પંચમહાલ: BJP ના રાજપાલસિંહ જાદવ કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણથી 1.81 લાખથી આગળ ચાલી રહ્યા છે.
પોરબંદર: BJP ના મનસુખ માંડવિયા કોંગ્રેસના લલિત વસોયાથી (Lalit Vasoya) 1.79 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે.
રાજકોટ : BJP ના પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) કોંગ્રેસના પરેશ ધાનાનીથી 2.05 લાખની લીડથી આગળ છે.
સુરેન્દ્રનગર: BJP ના ચંદુભાઈ શિહોરા કોંગ્રેસના રૂત્વિકભાઈ મકવાણાથી 64,823 મતોથી આગળ ચાલી રહ્યા છે.
વડોદરા : BJP ના ડો. હેમાંગ જોશી કોંગ્રેસના પઢિયાર જશપાલસિંહ (બાપુ) થી 1.89 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે.
વલસાડ : BJP ના ધવલ પટેલ (Dhaval Patel) કોંગ્રેસના અનંતકુમાર પટેલથી 1.42 લાખ મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો - Gujarat ElectionsResults : ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભારી મતોથી વિજય

Advertisement

આ પણ વાંચો - ElectionsResults : ગેનીબેનનું મામેરૂં છલોછલ! આટલા મતોથી આગળ, જાણો શું છે બનાસકાંઠાની સ્થિતિ ?

આ પણ વાંચો - Gujarat: વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાંચેય બેઠકો પર ભાજપ આગળ, મતગણતરી ચાલું…

Tags :
Advertisement

.