Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિર ચોકમાં સફાઈ કરી, PM મોદીના આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાન

આવતીકાલે વડપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારકા (Dwarka) ખાતે ઓખા-બેટ દ્વારકાને જોડતાં અનોખા સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) લોકાર્પણ કરવાના છે. પીએમ મોદીના આગમનને લઈ દ્વારકાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતી મહોત્સવ ઊજવાઈ રહ્યો...
07:38 PM Feb 24, 2024 IST | Vipul Sen

આવતીકાલે વડપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારકા (Dwarka) ખાતે ઓખા-બેટ દ્વારકાને જોડતાં અનોખા સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) લોકાર્પણ કરવાના છે. પીએમ મોદીના આગમનને લઈ દ્વારકાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (HM Harsh Sanghvi) ગઈકાલે ગોમતી ઘાટ ખાતે મહાઆરતી કરી હતી ત્યારે આજે મંદિર ચોકમાં સફાઇ અભિયાન હાથ ધર્યું હતું.

પીએમ મોદીના આગમનને લઈ દ્વારકામાં (Dwarka) તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગઈકાલે મહાઆરતીના ત્રીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi), કેબિનેટમંત્રી મુળુભાઇ બેરા, સાસંદ પૂનમબેન માડમ ( Poonamben Madam), MLA પબુભા માણેક (MLA Pabubha Manek) સહિત અન્ય નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ મહાઆરતી અને પૂજા કરી હતી. ત્યારે આજે મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Mandir) ચોક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન (Cleanliness Drive) હાથ ધર્યું હતું. તેમણે મંદિર ચોકમાં સફાઈ કરી હતી અને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

દ્વારકામાં સફાઈ અભિયાન

22 ટ્રેકટર ભરાય તેટલા કચરાનો નિકાલ કરાયો

તેમણે જણાવ્યું કે, પીએમ મોદીના આગમન પહેલા દ્વારકામાં સફાઇ અભિયાન હાથ ધરાયું છે. જગતમંદિર, ગોમતી ઘાટ સહિતના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કરીને 22 ટ્રેકટર ભરાય તેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીને આવકારવા માટે દ્વારકાવાસીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ છે. પીએમ મોદીના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગોમતી ઘાટ (Gomti Ghat) ખાતે 5 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે ઘાટ રંગબેરંગી રોશની અને દીપથી ઝગમગી ઉઠ્યો હતો. આ સાથે જ ઘાટ પર રંગબેરંગી રોશની પણ કરવામાં આવી હતી, જેના કારણે ઘાટ ઝગમગી ઊઠ્યો હતો. સાથે જ પંચ કુઇ વિસ્તારમાં સુદામા સેતુ (Sudama Setu,) પર પણ રોશની કરાઈ હતી.

પીએમ મોદીના રૂટની સમીક્ષા કરાઈ

પીએમ મોદીના પ્રવાસ પહેલા દેવભૂમિદ્વારકામાં પીએમ મોદીના રૂટની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ રૂટની સમીક્ષા કરી હતી. માહિતી મુજબ, સુદર્શન સેતુ અને સભા સ્થળ સહિતના રૂટની સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને મયુર ગઢવી સહિતના અગ્રણી પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Una Todkand : PI નિલેશ ગોસ્વામી આ રીતે ચલાવતો હતો તોડબાજીનું નેટવર્ક, વાંચો સંપૂર્ણ અહેવાલ

Tags :
Bet DwarkaCabinet Minister Muloobhai BeraCleanliness DriveDevbhoomi DwarkaDWARKADHISH MANDIRGomti GhatGujarat FirstGujarati NewsMember of Parliament Poonambane MadamMinister of State for Home Harsh SanghviMLA PabubhaNitin GadkariOkha-Bet DwarkaPrime Minister Narendra ModiSignature BridgeSudama Setu
Next Article