Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka : PM મોદીના આગમન પહેલા ગોમતી ઘાટ પર 5 લાખ દીવડાથી દીપોત્સવ

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતની મુલાકાતે આવવાના છે. જ્યારે 25 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી દ્વારકા (Dwarka) ખાતે ઓખા-બેટ દ્વારકાને જોડતાં અનોખા સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) લોકાર્પણ કરવાના છે. જો કે, આ પહેલા દ્વારકામાં વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં...
11:14 PM Feb 21, 2024 IST | Vipul Sen

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતની મુલાકાતે આવવાના છે. જ્યારે 25 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી દ્વારકા (Dwarka) ખાતે ઓખા-બેટ દ્વારકાને જોડતાં અનોખા સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) લોકાર્પણ કરવાના છે. જો કે, આ પહેલા દ્વારકામાં વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં ગોમતી ઘાટ (Gomti Ghat) ખાતે 5 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે ઘાટ રંગબેરંગી રોશની અને દીપથી ઝગમગી ઉઠ્યો હતો.

દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા (Bet-Dwarka) સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) આગામી 25 તારીખે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદીના આગમનને લઈ દ્વારકાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના આગમન પહેલા દ્વારકામાં ગોમતી ઘાટે (Gomti Ghat) 5 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે જ ઘાટ પર રંગબેરંગી રોશની પણ કરવામાં આવી હતી, જેના કારણે ઘાટ ઝગમગી ઊઠ્યો હતો. સાથે જ પંચ કુઇ વિસ્તારમાં સુદામા સેતુ (Sudama Setu,) પર પણ રોશની કરાઈ હતી. દરમિયાન, વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. માહિતી મુજબ, આ આયોજન ગૂગળી 505 બ્રમ્હ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, સિગ્નેચર બ્રિજની (Signature Bridge) ગણના દેશના સૌથી મોટા પુલ તરીકે થાય છે. કુલ રૂ. 900 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બેટ-દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો. પરંતુ હવેથી અંદાજિત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલી બેટ-દ્વારકા જઈ શકાશે. બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં (Dwarka) ચીજ-વસ્તુઓના ભાવ પણ ઘટશે. આ સાથે સમયનો પણ બચાવ થશે. સાલ 2016માં કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર, 2017ના દિવસે કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો - Tarbha Dham : મહોત્સવ વચ્ચે અદભૂત પરચો! શુકનમાં શિરોમણી દેવચકલીના દર્શન Gujarat First ના કેમેરામાં કેદ

Tags :
Bet DwarkaDevbhoomi DwarkaGomti GhatGujarat FirstGujarati NewsNitin GadkariOkha-Bet DwarkaPrime Minister Narendra ModiSignature BridgeSudama Setu
Next Article