Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dwarka : PM Modi ના આગમન પહેલા ગોમતી ઘાટે મહાઆરતી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓ રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા (Dwarka) ખાતે ઓખા-બેટ દ્વારકાને જોડતાં અનોખા સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) લોકાર્પણ કરવાના છે. જો કે, આ પહેલા દ્વારકામાં વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં...
dwarka   pm modi ના આગમન પહેલા ગોમતી ઘાટે મહાઆરતી  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓ રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા (Dwarka) ખાતે ઓખા-બેટ દ્વારકાને જોડતાં અનોખા સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) લોકાર્પણ કરવાના છે. જો કે, આ પહેલા દ્વારકામાં વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં ગોમતી ઘાટ (Gomti Ghat) ખાતે આજે મહાઆરતીનો ત્રીજો દિવસ હતો, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi) અને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા આ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાઆરતી કરી

પીએમ મોદીના (PM Modi) આગમન પહેલા દ્વારકાના ગોમતી ઘાટને (Gomti Ghat) રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યો છે. ત્યારે આજે મહાઆરતીના ત્રીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi), કેબિનેટમંત્રી મુળુભાઇ બેરા, સાસંદ પૂનમબેન માડમ ( Poonamben Madam), MLA પબુભા માણેક (MLA Pabubha Manek) સહિત અન્ય નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજારી પરિવાર દ્વારા પાદુકા પૂજન કરાવાયું હતું. ત્યારે ગોમતી ઘાટ ખાતે જંગી જનમેદની અને રોશનીનો ઝળહળાટ જોવા મળ્યો હતો.

Advertisement

મુળુભાઇ બેરા, પૂનમબેન માડમ, પબુભા માણેક પણ રહ્યાં હાજર

5 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા

દ્વારકા નગરીમાં ભક્તિમય માહોલ વચ્ચે મોદી મેજિક જોવા મળ્યો છે. ગઈકાલે પીએમ મોદીના આગમનને લઈ ગોમતી ઘાટ (Gomti Ghat) ખાતે 5 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે ઘાટ રંગબેરંગી રોશની અને દીપથી ઝગમગી ઉઠ્યો હતો. આ સાથે જ ઘાટ પર રંગબેરંગી રોશની પણ કરવામાં આવી હતી, જેના કારણે ઘાટ ઝગમગી ઊઠ્યો હતો. સાથે જ પંચ કુઇ વિસ્તારમાં સુદામા સેતુ (Sudama Setu,) પર પણ રોશની કરાઈ હતી. દરમિયાન, વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મહાઆરતીમાં જનમેદની

રૂ. 900 કરોડના ખર્ચે તૈયાર કરાયો સૌથી મોટો બ્રિજ

જણાવી દઈએ કે, સિગ્નેચર બ્રિજની (Signature Bridge) ગણના દેશના સૌથી મોટા પુલ તરીકે થાય છે. કુલ રૂ. 900 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બેટ-દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો. પરંતુ હવેથી અંદાજિત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલી બેટ-દ્વારકા જઈ શકાશે. બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં (Dwarka) ચીજ-વસ્તુઓના ભાવ પણ ઘટશે. આ સાથે સમયનો પણ બચાવ થશે. સાલ 2016માં કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર, 2017ના દિવસે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Junagadh : સોની બંધુઓને બંધક બનાવી રૂ. 81.30 લાખની લૂંટ કરનારા 3 ઝડપાયા
Tags :
Advertisement

.