ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

31 પરિવારજનોના ચિરાગ ક્યાં ગયા, આગમાં હોમાયા કે જમીન ગળી ગઈ?

Rajkot TRP Game Zone: આજ સાંજથી Rajkot સહિત ગુજરાતના દરેક લોકોની આંખો ફાટી નીકળી છે અને હ્રદયના ધબકારા ધીમા પડી ગયા છે. કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં લાગેલી વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કરી મૂક્યા છે. આ...
01:50 AM May 26, 2024 IST | Aviraj Bagda
Rajkot TRP Game Zone, Rajkot, TRP Game Zone, Fire Accidents

Rajkot TRP Game Zone: આજ સાંજથી Rajkot સહિત ગુજરાતના દરેક લોકોની આંખો ફાટી નીકળી છે અને હ્રદયના ધબકારા ધીમા પડી ગયા છે. કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં લાગેલી વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કરી મૂક્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી 30 થી વધુ લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. તો બીજી તરફ Civil Hospital માં પરિવારજનો આક્રંદ સાથે સ્વજનોને શોધી રહ્યા છે.

ત્યારે આ મામલાને લઈ એક ચોંકાવનાર માહિતી સામે આવી છે. જોકે Rajkot ની Civil Hospital માં મૃતદેહો સાથે સ્ટ્રેચરની લાઈન લાગેલી જોવા મળી રહી છે. તેમ છતાં 31 પરિવારજનો એવા છે જેના સ્વજનો હોસ્પિટલમાં પણ નથી કે, TRP Game Zone માંથી પણ નથી મળી આવ્યા. ત્યારે આ 31 પરિવારજનો સરકારી અધિકારીઓ અને આરોપીઓને પૂછે છે કે, તેમના હતભાગીઓ આખરે છે ક્યાં. આગ લાગી ત્યારે TRP Game Zone માં આશરે 70 લોકો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Surat And Rajkot Fire Accident: ક્યારેક ભણતા બાળકો, તો ક્યારેક રમતા બાળકો માનવસર્જિત આગમાં હોમાય છે

આવી ઘટનાનો સામનો કરવા માટે કોઈ પ્રકારની સુવિધા ન હતી

TRP Game Zone માં જ્યારે આગ લાગી ત્યારે આશરે 30 લોકોનો સ્ટાફ પણ TRP Game Zone ની અંદર હતો. પરંતુ આગ પર કાબૂ મેળવવો અશક્ય બન્યો, ત્યારે મોટાભાગનો સ્ટાફ ત્યાંથી ફાગી ગયો હતો. ત્યારે મોતનો આંકડો વધે તેમાં કોઈ નવાઈ વાત નથી. કારણે કે.... TRP Game Zone પાસે આવી ઘટનાનો સામનો કરવા માટે કોઈ પ્રકારની સુવિધા ન હતી. ફાયર સેફ્ટીના નામે માત્ર સોભાના ગાંઠિયા સમાન સાધનો મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ‘અમે પતરૂં તોડીને બહાર નીકળ્યા’ અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીનું ચોંકાવનારૂ નિવેદન

કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

આ ઘટનામાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં TRP Game Zone ના માલિક યુવરાજસિંહ સોલંકી, મેનેજર નીતિન જૈન, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને મહેન્દ્રસિંહની સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનું મુખ્ય કારણ TRP Game Zone ની અંદર આશરે 1500 લીટર કરતા વધાકે પેટ્રોલનો જથ્થો રાખ્યો હતો. તો તેની નજીકમાં બિલ્ડિંગની મારામતનું કામ ચાલી રહ્યું હતું. તેના કારણે શોટ સર્કિટ થયાને હોવાને કારણે આ વિનાશકારી આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ બન્યું હત્યાકાંડ ભાગ-4 માટે જવાબદાર, હવે સુરત-મોરબી-વડોદરા બાદ કયું શહેર?

Tags :
BurnedCivil HospitalDeadfireFire AccidentsGujaratGujaratFirstmassive fireRAJKOTRajkot TRP Game ZoneTRP Game Zone
Next Article