Ambaji: અંબાજીમાં અન્યાયના ભોગે વિકાસ કાર્યોને સફળ બનાવવામાં આવી રહ્યા
અહેવાલ શક્તિસિંહ રાજપુત
સરકાર દ્વારા અંબાજીમાં વિકાસના કાર્યો શરું કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત અંબાજીના દર્શન કરવા આવતા લોકો માટે હવે, રેલ્વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અંબાજી નજીક ચીખલામાં 175 કરોડના ખર્ચે નોર્થ વેસ્ટર્ન રેલ્વે અજમેર ડિવિજન અને જયપુર ઝોન દ્વારા રેલવે સ્ટેશન અને હોટલ સહીતની કામગીરીનું પ્રથમ ફેઝનું કામ શરૂ થયું છે.
આદિવાસી સમાજ દ્વારા બળવો જાહેર કરાયો
આ કાર્યમાં આસપાસ રહેતા આદીવાસી સમાજના લોકો અને દાંતાના એમએલએ થોડા દિવસ પહેલા કામ બંદ કરાવ્યું હતુ. પરંતુ હાલમાં ફરીથી અહી રેલ્વે સ્ટેશનનુ કામકાજ શરૂ થઈ ગયું છે. તેના અંતર્ગત પોકલેન, જેસીબી મશીનથી પહાડો ઉતારવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં ટીએસ મશીન દ્વારા નિરીક્ષણ કરાઈ રહ્યુ છે.
આદિવાસી નાગરિકોની જમીન પર ગેરકાયદેસર સરકારી કામકાજ
પરંતુ તાજેતરમાં આદિવાસી પરિવારો સરકાર પાસે જગ્યાની માંગ અને વળતરની માંગણી કરી રહ્યા છે. ચીખલામાં રેલવે સ્ટેશન આસપાસ રહેતા આદિવાસી પરિવારમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેમની જગ્યા રેલવે ટ્રેકમાં અને રેલ્વે સ્ટેશનની જગ્યામાં જઈ રહી છે,આ બાબતને લઈને બે દિવસ અગાઉ ચીખલા ગામના આદિવાસી પરિવારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં આદીવાસી ખેડૂત સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા વળતરની માંગ કરાઇ છે.
આ પણ વાંચો: High court: ગુજરાત હાઈકોર્ટે પિતાની અરજી ફગાવી પૂર્વ પત્ની વિરુદ્ધ