Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Deaf-Mute Child Missing: શ્રમિક પરિવાર મૂક-બધિર પુત્રની શોધમાં 3 મહિનાથી....

Deaf-Mute Child Missing: નડીઆદ બધિર વિદ્યાવિહાર સંકુલની ઘોર બેદરકારી સામે આવી છે. સંકુલની હોસ્ટેલમાંથી દાહોદનો 16 વર્ષનો શ્રમિક મૂક-બધિર પુત્ર 26 જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયો હતો. આ મામલે પરિવારજનોને શાળા સંચાલકોએ ફોન કરીને જાણ કરી હતી. આ મામલે પરિવારજનો...
09:51 PM Apr 04, 2024 IST | Aviraj Bagda
Deaf-Mute Child Missing

Deaf-Mute Child Missing: નડીઆદ બધિર વિદ્યાવિહાર સંકુલની ઘોર બેદરકારી સામે આવી છે. સંકુલની હોસ્ટેલમાંથી દાહોદનો 16 વર્ષનો શ્રમિક મૂક-બધિર પુત્ર 26 જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયો હતો. આ મામલે પરિવારજનોને શાળા સંચાલકોએ ફોન કરીને જાણ કરી હતી. આ મામલે પરિવારજનો નડીઆદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા.

શરૂઆતના સમયે વિદ્યાલયના સંચાલકોએ પુત્રની નડિઆદ, ખેડા અને દાહોદના અમૂક વિસ્તારોમાં તપાસ કરી હતી. વિદ્યાલયના સંચાલકો અને પરિવારજનોએ સાથે મળી સગા-સંબંધીઓના ધરે પણ તપાસ કરી હતી. પરંતુ તમામ પ્રકારની કોશિશોમાં માત્ર નિષ્ફળતા મળી રહી હતી. તેથી આખરે પરિવાજનોએ મામલાને લઈ પોલીસમાં ફરિયાદ કરવાનું હાથ ધર્યું હતું.

Deaf-Mute Child Missing

નડિઆદ અને ખેડાની પોલીસ મામલાને નજરઅંદાજ કરી રહી

આ કેસમાં નડીઆદ અને ખેડા પોલીસની પણ લાપરવાહી નજરે આવી છે. નડીઆદ પોલીસે પણ પરિવારજનોની ફરિયાદને લઈ કડક કાર્યવાહી કરવાને બદલે મામલાને નજરઅંદાજ કરી દીધો છે. પરિવારજનોની ગુમ થયા હોવાની ફરિયાદ નડીઆદ અને ખેડાના આસપાસના તમામ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પરંતુ તમામ પોલીસ મથકો મામલને હાવામાં ઉડાડી દે છે.

Child Missing

વોર્ડનને માત્ર સંચાલકોએ નોટીસ ફટકારી

દાહોદમાં પણ પરિવારજનોએ પુત્ર ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેમ છતાં છેલ્લા 3 મહિનાથી પોલીસ પુત્રની શોધખોળ કરવાને બદલે મામલાને નજરઅંદાજ કરી રહી છે. તો બીજી બાજુ વિદ્યાલયે હોસ્ટેલની વોર્ડન સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર નોટીસ ફટકારી હતી.

મીડિયાને જાણ થતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો

Child Missing

દાહોદનો શ્રમિક પરિવાર મૂક-બધિર પુત્રની શોધમાં છેલ્લા 3 મહિનાથી લાચારી સાથે ફરિ રહ્યો છે. આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવતા લોકોની સામે આવ્યો છે. તો હવે એ જોવાનું રહ્યું કે, આ અહેવાલ બાદ પોલીસ, વિદ્યાલયના સંચાલકો અને સરકાર કોઈ કડક કાર્યવાહી કરી પુત્રને શોધી તેના પરિવારજનો સુધી પહોંચાડી શકે છે કે નહીં ?

આ પણ વાંચો: Morbi Labour Accident: કરાખાનાની ટાંકીમાં સફાઈ દરમિયાન ગૂંગળામણથી કરુણ શ્રમિકોનું મોત

આ પણ વાંચો: Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો: Parshottar Rupala: વિરોધને લઈને શંકરસિંહ વાઘેલાના ઘરે બેઠક, બાપુએ BJP ને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

Tags :
Child MissingDahodDeaf-Mute ChildDeaf-Mute Child MissingGujaratGujaratFirstKhedaNadiad
Next Article