Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Danta News: દાંતામાં નવાવાસ ગામેથી એક અનોખી ઘટના સામે આવી

Danta News: દાંતામાં નવાવાસ ગામેથી એક અનોખી ઘટના (Danta News) સામે આવી હતી. આ ઘટના બાદ Danta ના લોકો આશ્ચર્યમાં મૂંકાયા હતા. કારણ કે નવાવાસ ગામમાં વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું આકસ્મીક મોત નિપજ્યું હતું. આ મૃત વ્યક્તિની આશરે વય 45...
05:28 PM Jan 02, 2024 IST | Aviraj Bagda
A unique incident came to light from Nawawas village in Danta

Danta News: દાંતામાં નવાવાસ ગામેથી એક અનોખી ઘટના (Danta News) સામે આવી હતી. આ ઘટના બાદ Danta ના લોકો આશ્ચર્યમાં મૂંકાયા હતા. કારણ કે નવાવાસ ગામમાં વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું આકસ્મીક મોત નિપજ્યું હતું. આ મૃત વ્યક્તિની આશરે વય 45 વર્ષ હતી. ત્યારે પરિવારજનો દ્વારા અંતીમ સંસ્કારના ભાગરૂપે મૃતદેહને દફનવિધિ કરવા માટે સ્મશાન લઈ ગયા હતાં.

પરંતુ પરિવાજનોને મૃતદેહ માટે યોગ્ય જગ્યા ન મળતાં રોષ જોવા મળ્યો હતો. ત્યાર બાદ પરિવાજનો દ્વારા દાંતા મામલતદાર કચેરીમાં ધરણાં કરવામાં આવ્યા હતાં. જો કે પરિવારજનોએ આ ધરણાં મૃતદેહ સાથે જાહેરમાં કર્યા હતાં. પરિવાજનો દ્વારા મામલતદાર કચેરીની બહાર હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ પરિવારજનો દ્રારા જ્યારે ધરણાં કરવામાં આવી રહ્યા હતાં, ત્યારે કચેરીમાં તલાટી અને સરપંચ કે કોઈ પણ સત્તાધિશ અધિકારી કચેરીમાં હાજર ન હતાં.

આ પરિસ્થિતિ પરિવારજનો સહિત ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તમામ ગ્રામ્યજનોએ આ ઘટનાને લઈને તંત્રની નિંદા કરી હતી. તે ઉપરાંત ધરણાંમાં પણ જોડાયા હતાં. હાલમાં, લોકો દ્વારા તંત્ર સામે ન્યાય માટે પુકાર કરવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં એ જોવાનું રહ્યું કે ક્યારે ન્યાયનો ઉદય થશે ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો: Human Trafficking Racket : વિમાન ભાડે રાખનાર અને વિઝા કરાવનારની શોધ શરૂ

Tags :
cremationcrematoryDantagovernmentGujaratGujaratFirstnewsProtestRiots
Next Article