ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Danta : અડેરણ ગામે ઝાડ પરથી રામની ધજા હટાવવા મામલે વિવાદ, 18 સામે ફરિયાદ

બનાસકાંઠાના (Banaskantha) દાંતા તાલુકાના અડેરણ ગામે ઝાડ પરથી રામની ધજા હટાવી લેવા મામલે બે જૂથ વચ્ચે ભારે વિવાદ થયો હતો. આ મામલે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. દાંતા પોલીસે 18 સામે નામજોગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે....
10:10 PM Jan 26, 2024 IST | Vipul Sen

બનાસકાંઠાના (Banaskantha) દાંતા તાલુકાના અડેરણ ગામે ઝાડ પરથી રામની ધજા હટાવી લેવા મામલે બે જૂથ વચ્ચે ભારે વિવાદ થયો હતો. આ મામલે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. દાંતા પોલીસે 18 સામે નામજોગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસ દ્વારા અડેરણ ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

દાંતા (Danta) તાલુકાના અડેરણ ગામે (Aderan Gam) આવેલા અજયપાલ દાદાના મંદિર નજીક એક લીમડો આવેલો છે. આ લીમડા પર રામની ધ્વજા લગાવવામાં આવી હતી. જો કે, 24 જાન્યુઆરીની રાત્રે 10 કલાકે અમુક લોકોએ લીમડાના ઝાડ પરથી આ ધજાને હટાવી લેવા ધમકી આપી હતી. ત્યાર બાદ બે જૂથ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. ઘટનાની માહિતી સ્થાનિક પોલીસને મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જો કે, હવે આ મામલે દાંતા (Danta) પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

18 સામે નામજોગ ફરિયાદ નોંધાઈ

માહિતી મુજબ, દાંતા (Danta) પોલીસે ધજા હટાવી લેવા મામલે 18 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગામમાં તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે, હાલ ગામમાં હાલમાં શાંતિપૂર્ણ માહોલ હોવાની માહિતી છે. પોલીસ એફઆઇઆરમાં વિવાદ બાદ હિન્દુ પક્ષના લોકો સામે હુમલો કરવાની તૈયારી દર્શાવાઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

 

આ પણ વાંચો - Amreli : રાજુલાના વાવેરા ગામે સિંહણનો આતંક, ગ્રામજનો પર જીવલેણ હુમલા

Tags :
AderanAjaypal Dada's templeBanaskanthaDantaDanta PoliceGujarat FirstGujarati News
Next Article