Danta : રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાનો આક્ષેપ, તાળાબંધીની ચીમકી
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા (Danta) તાલુકામાં આવેલું રેફરલ હોસ્પિટલ (Referral Hospital) ખાતે તાલુકાના લોકોને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અહી વિવિઘ ડોકટરો મૂકવામાં આવ્યા છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી આ હોસ્પિટલને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વાત કરવામાં આવે તો આજે સોમવાર દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના આક્ષેપ લાગ્યા હતા.
માહિતી મુજબ, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાના આક્ષેપ સાથે લોકો મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી પહોચ્યાં હતા. આજે દાંતા (Danta) સરકારી હોસ્પિટલ ખાતે કેટલીક આસપાસ ગામની મહિલાઓ અને દાંતા ગામના લોકો પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી પહોચ્યા હતા.
એક અઠવાડિયામાં તમામ સુવિધા પૂરી પાડવાની સ્થાનિકોની માગ
લોકોએ કરેલી રજૂઆત મુજબ, સિવિલ સુપ્રિટેન્ડન્સ પણ ગાયનેક સર્જન હોઈ પોતે ઓપરેશન કરતા નથી તેવા આક્ષેપ કરાયા હતા. સાથે જ ડિલિવરી સમયે સ્ટાફ, નર્સ હાજર રહી ડિલિવરી કરાવે છે પણ ડોકટર હાજર રહેતા નથી તેવો આક્ષેપ પણ થયો હતો. સામાન્ય બાબતમાં પણ સેવા આપવામાં આવતી નથી અને અન્ય ખાનગી કે પાલનપુર (Palanpur) રીફર કરી દેવામાં આવે છે. દાંતા રેફરલ હોસ્પિટલમાં (Referral Hospital) એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટેની સ્થાનિકોએ માગ કરી છે. રેફરલ હોસ્પિટલ અધિક્ષકને લોકોએ રજૂઆત કરી તમામ માગણીઓ પૂરી કરવા કહ્યું છે. સાથે જ જો એક સપ્તાહમાં માગ પૂરી નહીં કરવામાં આવે તો તાળાબંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બીજી તરફ સિવિલ અધિક્ષકે તમામ આક્ષેપો ફગાવ્યા અને તમામ સુવિધાઓ ચાલુ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો - BJP : લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ યુવા મોરચો એક્શનમાં, યુવા ચોપાલ, યુવા કૉન્ક્લેવ, યુવા અડ્ડા જેવા કાર્યક્રમ યોજાશે