Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, રામોત્સવ યાત્રાનું દાઉદી વ્હોરા સમાજે આ રીતે કર્યું ભવ્ય સ્વાગત

અયોધ્યા (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે દાહોદ (Dahod) શહેરમાં પ્રાચીન લાકડાની ભગવાન શ્રી રામની મૂર્તિ સાથે નીકળેલી રામોત્સવ યાત્રાનું દાઉદી વ્હોરા સમાજે (Daudi Whora Samaj) ભવ્ય સ્વાગત કરી શુભેચ્છા પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ...
dahod   કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ  રામોત્સવ યાત્રાનું દાઉદી વ્હોરા સમાજે આ રીતે કર્યું ભવ્ય સ્વાગત
Advertisement

અયોધ્યા (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે દાહોદ (Dahod) શહેરમાં પ્રાચીન લાકડાની ભગવાન શ્રી રામની મૂર્તિ સાથે નીકળેલી રામોત્સવ યાત્રાનું દાઉદી વ્હોરા સમાજે (Daudi Whora Samaj) ભવ્ય સ્વાગત કરી શુભેચ્છા પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.

Advertisement

22 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mahotsav) યોજાઇ રહ્યો છે, ત્યારે દાહોદ (Dahod) શહેરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ માર્ગ સજાવવામાં આવ્યા છે. તેમ જ લોકોના ઘરે ઘરે રોશનીથી અને ધજાથી શણગાર કરવામાં આવ્યો છે. આજે રામોત્સવ યાત્રા સમિતિ દ્વારા રામોત્સવ યાત્રાનું (Ramotsav Yatra) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિષેશ રૂપે એક જ લાકડામાંથી કંડારેલ ભગવાન શ્રી રામની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી. શહેરવાસીઓ મોટી સંખ્યામાં શ્રી રામની ધજા સાથે આ યાત્રામાં જોડાયા હતા.

Advertisement

પુષ્પવર્ષાથી યાત્રાનું સ્વાગત કર્યું

દરમિયાન, દાહોદના (Dahod) ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના અગ્રણીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર શહેરના માર્ગો 'જય શ્રીરામ' ના નાદથી ગુંજી ઊઠ્યા હતા. માહિતી મુજબ, શ્રી કામેશ્વર મહાદેવ મંદિરથી આ યાત્રાનો શુભારંભ કરાયો હતો અને જ્યારે યાત્રા એમજી રોડ પર દાઉદી વ્હોરા સમાજની મસ્જિદ આગળ પહોંચી ત્યારે દાઉદી વ્હોરા સમાજના (Daudi Whora Samaj) અગ્રણીઓએ પુષ્પવર્ષાથી યાત્રાનું સ્વાગત કર્યું હતું અને રામ મંદિરના નિર્માણ માટે શુભેચ્છાઓ પાઠવી કોમી એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ યાત્રામાં રામ, લક્ષ્મણ અને સીતાની વેશભૂષામાં લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નગરપાલિકા ચોક ખાતે યાત્રાનું સમાપન થયા બાદ દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદના કારસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Mehsana : પાંચોટ ગામમાં રામભક્તોએ 1,111 કિલોના લાડું બનાવ્યાં, જુઓ Video

Tags :
Advertisement

.

×