Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod : બે અલગ-અલગ ગોઝારી ઘટનામાં કિશોર અને મહિલાનું મોત, વાંચો વિગત

દાહોદની (Dahod) બે અલગ અલગ ઘટનામાં એક કિશોર અને એક મહિલાનું મોત નીપજ્યું છે. ગઈકાલે વણભોરી (Vanabhori) ગામે કુવામાં ડૂભી જવાથી 14 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું છે. ત્યારે બીજી તરફ રામપુરા (Rampura) હાઇવે પર સર્જાયેલ એક અકસ્માતમાં એક મહિલાનુ મોત...
dahod   બે અલગ અલગ ગોઝારી ઘટનામાં કિશોર અને મહિલાનું મોત  વાંચો વિગત

દાહોદની (Dahod) બે અલગ અલગ ઘટનામાં એક કિશોર અને એક મહિલાનું મોત નીપજ્યું છે. ગઈકાલે વણભોરી (Vanabhori) ગામે કુવામાં ડૂભી જવાથી 14 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું છે. ત્યારે બીજી તરફ રામપુરા (Rampura) હાઇવે પર સર્જાયેલ એક અકસ્માતમાં એક મહિલાનુ મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

કૂવામાં ડૂબી જતાં કિશોરનું મોત

કૂવામાં ડૂબવાથી કિશોરનું મોત

દાહોદ (Dahod) જિલ્લાના વણભોરી (Vanabhori) ગામે ગઈકાલે એક ખૂબ જ દુ:ખદ ઘટના ઘટી હતી. કૂવામાં નાહવા પડેલ 14 વર્ષીય કિશોર અચાનક ડૂબી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. જો કે, ભારે જહેમત બાદ પણ યુવકનો મૃતદેહ કૂવામાંથી બહાર ન કાઢી શકાતા NDRF ની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. સાંજે ફાયરના જવાન, સ્થાનિક લોકો અને NDRF ની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રામપુરા હાઇવે પર અકસ્માતમાં મહિલાનું મોત

રામપુરા હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત

અન્ય એક ઘટનામાં દાહોદના રામપુરા (Rampura) હાઇવે પર જતા એક દંપતીને અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. આથી, દંપતી ફંગોળાઈને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં દંપતી પૈકી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે, પુરુષને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થયો હતો. આ મામલે સ્થાનિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલાયો છે. મહિલાના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : વૃદ્ધાની નજર સામે હતો ચોર, છતા કંઇ બચાવી ન શક્યા

આ પણ વાંચો - Ahmedabad BJP Program: BJP મહિલા મોરચા સંમેલનમાં AMC ટ્રકની ટક્કર

આ પણ વાંચો - Financial Company Fraud: ઉંચા વ્યાજદરે પૈસા પરત આપવાને બહાને કંપનીએ કુલ 7 કરોડનું કર્યું કૌભાંડ

Tags :
Advertisement

.