Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dahod LCB Police: દાહોદ LCB Police એ 104 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

Dahod LCB Police: દાહોદ જિલ્લાના LCB Police Team દ્વારા વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં LCB Police Team દ્વારા 104 ઘકફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. દાહોદના સંજેલીમાં 7 મકાનમાં ઘરફોટ ચોરી LCB Police ની ટિમે બાતમી મળી...
09:42 PM Jan 23, 2024 IST | Aviraj Bagda
Dahod LCB Police solved 104 burglaries

Dahod LCB Police: દાહોદ જિલ્લાના LCB Police Team દ્વારા વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં LCB Police Team દ્વારા 104 ઘકફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

 દાહોદના સંજેલીમાં 7 મકાનમાં ઘરફોટ ચોરી

ત્યારે દાહોદ જિલ્લાના સંજેલીમાં 7 જેટલા મકાનમાં ઘરફોડ ચોરીની ઘટના ઘટી હતી. ત્યારે તમામ ઘરના માલિકો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદની તપાસમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી હતી.

Dahod LCB Police

જે તપાસમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની કાલીયાવડ ગેંગ સામેલ હોવાનુ બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે આ ગેંગને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલીસિસ તેમજ બાતમીદારોના આધારે શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન દાહોદ LCB Police ને બાતમી મળી હતી.

LCB Police ની ટિમે બાતમી મળી હતી

આ ગેંગના માણસો રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવવાના હોવાની બાતમીના આધારે LCB Police ની ટિમ ઝાલોદના ધાવડીયા ચેક પોસ્ટ વોચમાં ગોઠવવામાં આવી હતી. જ્યાં પેસેન્જર વાહનોની ચેકિંગ કરતાં શંકાસ્પદ પાંચેય ઇસમો મળી આવતા કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા.

Dahod LCB Police

અંગઝડતી દરમિયાન 5.62 લાખનો મુદ્દામાલ જપ્ત

જો કે અંગઝડતી દરમિયાન 5.62 લાખની કિંમતના ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ તમામ આરોપીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાના 34 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતા.

આ તપાસ દરમિયાન દાહોદ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં તેમજ આંતર રાજ્ય એમ કુલ 70 જેટલી ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. કુલ 104 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ગેંગના મુખ્ય આરોપી ઉપર 10 હજારનું ઈનામ પણ જાહેર હતું. તેવા ઇનામી આરોપી સહિત પાંચને ઝડપી પાડવામાં દાહોદ LCB Police ને સફળતા મળી છે.

અહેવાલ સાબીર ભાભોર

આ પણ વાંચો: Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર NFSU માં ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપી હાજરી

Tags :
CrimeDahodgangGangsterGujaratGujaratFirstLCBLCBPolicepolice
Next Article