Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dahod Fire Accident: ઝૂંપડામાં સૂતા હતાં 2 બાળક, અચાનક લાગેલી વિકરાળ આગે માસૂમોનો જીવ લીધો

Dahod Fire Accident: દાહોદ (Dahod) જિલ્લાના ફતેપુરા તાલુકાના ઝલાઈ ગામમાં ઘરમાં આગ (Fire Accident) લાગવાની ઘટના બની હતી. પરંતુ આ ઘટનામાં એક ભયાવહ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને સાંભળતા દરેક લોકોના હ્રદય હચમચી ગયા છે. તે ઉપરાંત સમગ્ર દાહોદ (Dahod)...
11:26 PM May 16, 2024 IST | Aviraj Bagda
Dahod Fire Accident

Dahod Fire Accident: દાહોદ (Dahod) જિલ્લાના ફતેપુરા તાલુકાના ઝલાઈ ગામમાં ઘરમાં આગ (Fire Accident) લાગવાની ઘટના બની હતી. પરંતુ આ ઘટનામાં એક ભયાવહ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને સાંભળતા દરેક લોકોના હ્રદય હચમચી ગયા છે. તે ઉપરાંત સમગ્ર દાહોદ (Dahod) પંથકમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

મળતી માહિતી મુજબ, દાહોદ (Dahod) જિલ્લામાં આવેલા ફતેપુરા તાલુકાના ઝલાઈ ગામમાં રહેતા શ્રમિક પરિવારમાં આજે ખુબ જ કરૂણ ઘટના બની છે. ઝલાઈ ગામના અનિલ પારગી પોતાના પિતા સાથે બહારગામ મજૂરી કામ કરે છે. જ્યારે તેમના પત્ની તેમની સાથે આશરે પાંચ મહિના પહેલા છૂટાછેડા લઈ પિયર જતી રહી છે. તે ઉપરાંત બંનેને એક દીકરી અને દીકરો છે.

આ પણ વાંચો: Navsari : પહેલા તણખા ઝર્યા, પછી DGVCL ની D.P. માં લાગી વિકરાળ આગ, લપટો ઊંચે સુધી ઉઠતા નાસભાગ

આગ પર કાબૂ મેળવવો નિષ્ફળ સાબિત થયો

ત્યારે તેમની 4 વર્ષની દીકરી ભાવના અને નવ માસનો દીકરો પોપટ બંને બાળકો અનિલ પારગીની માતા અને દાદી સાથે ગામડે લાકડા અને ઝાંખરાંથી બનાવેલ ઝૂપડામાં રહેતા હતા. ત્યારે આજે બપોરના સમયે ઘરમાં બે નાના માસૂમ બાળકોને સુવડાવીને (Fire Accident) દાદી પાણી ભરવા ગયા હતા. પરંતુ સંજોગોવશાત ઘરમાં આકસ્મિક આગ (Fire Accident) લાગી હતી. આ જોતા દાદી ઘર પાસે દોડી આવ્યા અને આસપાસના લોકો પણ આવી પહોંચ્યા હતા. તમામ લોકોએ પાણીનો માર કર્યો હતો. પરંતુ લાકડાનું ઝૂંપડું હોવાથી આગ (Fire Accident) પર કાબૂ મેળવવો નિષ્ફળ સાબિત થયો.

આ પણ વાંચો: Gujarat Student Death: ધો. 10 માં 99.70% ટકા મેળવનાર વિદ્યાર્થિનીનું આ ઘાતક બીમારીથી થયું મોત

બંને બાળકો બળીને ભડથું થઈ ગયા હતા

આગ (Fire Accident) એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘરમાં રહેલા બંને બાળકો પણ આગ (Fire Accident) ની લપેટમાં આવી ગયા હતા. જોત જોતામાં બાળકોની ચિખોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને થોડીક જ ક્ષણોમાં બંને બાળકો બળી (Fire Accident) ને ભડથું થઈ ગયા હતા. બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં ફાયર અને પોલીસની ટિમ અને મામલતદાર, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ ઉપર કાબૂ મેળવાય ત્યાં સુધી ઘર તેમજ ઘરવખવરી અને બે માસૂમ ભૂલકાઓ આગ (Fire Accident) માં બળીને ખાખ થઈ ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.

આ પણ વાંચો: Junagadh : મહાકાય વૃક્ષ ધરાશાયી, બે લોકો સહિત કારચાલકનો આબાદ બચાવ, જુઓ હચમચાવે એવો Video

Tags :
childDahodDahod Fire AccidentfireFire Accidentlabour
Next Article