Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DABHOI : નોબલ સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા I.C.U.માં સારવાર હેઠળ

અહેવાલ -પીન્ટુ પટેલ ,ડભોઇ વડોદરા    ડભોઈના મોટાહબીપુરા ગામે આવેલ શાળાનાં પરિસરમાં આજરોજ સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં એક વિધાર્થીને વીજ કરંટ લાગતાં હોબાળો મચી જવા પામ્યો હતો. આમ, શાળાનાં પરિસરમાં જ નાના બાળકને વીજ કરંટ લાગવાની દુર્ઘટના બનતાં વાલીઓ ચિંતામાં...
dabhoi    નોબલ સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા i c u માં સારવાર હેઠળ

અહેવાલ -પીન્ટુ પટેલ ,ડભોઇ વડોદરા 

Advertisement

ડભોઈના મોટાહબીપુરા ગામે આવેલ શાળાનાં પરિસરમાં આજરોજ સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં એક વિધાર્થીને વીજ કરંટ લાગતાં હોબાળો મચી જવા પામ્યો હતો. આમ, શાળાનાં પરિસરમાં જ નાના બાળકને વીજ કરંટ લાગવાની દુર્ઘટના બનતાં વાલીઓ ચિંતામાં મુકાયા હતા.

Advertisement

વીજ કરંટ લાગતાં વિધાર્થીનેઙ હોસ્પિટલમાં દાખલ કરાયો

ડભોઈથી નજીક તાલુકાનાં મોટા હબીપુરા ગામે કાર્યરત નોબલ પબ્લીક સ્કૂલમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં બોરીયાદ ગામનાં કાર્તિક દિપકકુમાર પરમાર ઉ.વ.૧૨ જેને શાળાનાં પરિસરમાં જ વીજ કરંટ લાગતાં હોબાળો મચી જવા પામ્યો હતો. જેથી તત્કાળ આ વિધાર્થીને ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. હાલ આ વિધાર્થીને આઈસીયુમાં દાખલ કરાયો છે અને તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી જવા પામી છે.

Image preview

Advertisement

શાળા સંચાલકનો ધેરાવો

નોબલ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતાં શાળાનાં કર્મચારીઓ બાળકને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં.
ત્યારે ત્યાં ઉપસ્થિત વાલી અને અન્ય લોકોએ કર્મચારી અને સંચાલકને વિગતો પૂછતાં વહીવટી તંત્ર ની બેદરકારી ના આકરાં સવાલો પૂછ્યા હતાં. જેનો જવાબ શાળાના વ્યવસ્થાપકો આપી શકયાં ન હતાં અને કોઈ જવાબદારી લીધી ન હતી પરિણામે હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં જ નોબલ પબ્લિક સ્કૂલનાં સંચાલક અહેમદ માધવાણીનો ઉપસ્થિત વાલીઓએ ઘેરાવો કર્યો હતો અને મોટો હોબાળો મચાવ્યો હતો.

Image preview

શાળા પ્રશાસન સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ

શાળાનાં પરિસરમાં જ વિધાર્થી ને વીજ કરંટ લાગતા વિદ્યાર્થીના વાલીએ શાળાનાં પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. વાલીએ જણાવ્યું હતું કે, શાળાનાં સંચાલકોએ આ બાબતે બેદરકારી દાખવી છે જેથી આ ઘટના બનવા પામી છે. મારા બાળકને વીજ કરંટ લાગ્યો હોવાની સૌ પ્રથમ જાણ વાહન ચાલકે કરી હતી. પરંતુ શાળામાંથી મારી ઉપર કોઈપણ પ્રકારની જાણ કરતો સંદેશો આવ્યો ન હતો. પરંતુ વાહનચાલક દ્રારા મને જાણ થતાં હું તત્કાળ ડભોઇની પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને જ્યાં આવ્યા પછી મને જાણવા મળ્યું હતું કે, મારા બાળકને શાળાનાં પરિસરમાં જ વીજ કરંટ લાગ્યો હતો. આમ આ ઘટનામાં શાળા સંચાલકની ગંભીર બેદરકારી હોવાનું લાગે છે. હાલ મારા બાળકને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. આમ શાળાની નિષ્કાળજીના કારણે મારા બાળકને વીજ કરંટ લાગ્યો હતો.

Image preview

શાળાના સંચાલકે પત્રકારોથી વેગડા રહ્યા

આ ઘટના સામે આવતાં નગરનાં જાગૃત પત્રકારોએ શાળાના સંચાલક એ.એ.માધવાણીનો રૂબરૂમાં અને ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને પત્રકારોના સવાલોનાં જવાબો આપવાનું ટાળ્યું હતું અને મીડિયા સમક્ષ અંતર જાળવ્યું હતું આમ તેમના વર્તનથી એવી ચર્ચાઓ એ જોર પકડયું છે કે, શાળાના સંચાલકો આ ઘટના બાબતે ઢાંક પીછોળો કરી રહ્યા છે.

વાલીઓમાં ફફડાટ જોવા મળ્યો

આમ, આ શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થીને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવતાં બીજા વિદ્યાર્થીઓનાં વાલીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો અને સમગ્ર ઘટનાથી વાલીઓ પણ પોતાના બાળકો બાબતે ચિંતાતુર બન્યાં હતા. હવે જોવાનું એ રહે છે કે, શાળાના સંચાલકો આ બાબતે શું કાર્યવાહી કરે છે ? તેમજ વીજ કરંટ લાગનાર વિદ્યાર્થીનાં વાલી પણ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરે છે કે નહીં તે હવે જોવું રહ્યું.

આ  પણ  વાંચો -ટીકાકારોને નર્મદા નિગમનો જવાબ, ક્યારે-કેમ પાણીનો સંગ્રહ કર્યો, કેમ છોડવું પડ્યું તેનું વર્ણન કર્યુ

Tags :
Advertisement

.