15 જૂનની સાંજે લેન્ડફોલ થશે વાવાઝોડુ બિપરજોય , રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના
બિપરજોય વાવાઝોડું 15મી જૂનની સાંજે જખૌ બંદર પાસેથી પસાર થશે. ૧૫ જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે.આ કારણે રાજ્યમાં તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાત પહોંચતા તેની અસરના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ દરમિયાન પવનની ગતિ 120-130 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. હવામાન વિભાગે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગને વાવાઝોડું લેન્ડફોલ થવાના ચોક્કસ સમય જણાવવાનું ટાળ્યું હતું પરંતુ સાંજના સમયે એટલે કે 4-8નો સમય સાંજનો હોય છે અને આ સમય દરમિયાન વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાઈ શકે છે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે એ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી પણ ડૉ. મોહંતી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેની ગતિ 120-130 kmph રહી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોનો પણ સમાવેશ થાય છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, વાવાઝોડું ૮ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ૧૫ જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે. આ સાથે ૧૩૦થી ૧૩૫ કિમીની ઝડપે પવનફૂંકાશે. જેને લઈ હવે આજથી રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાનનું માનીએ તો પોરબંદર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે. આ સાથે ૧૬ જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. આ તરફ વાવાઝોડું રાજસ્થાન તરફ જવાની શકયતા છે.માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની શકયતા