Cyber Cell Dwarka: આંતર રાજ્ય Cyber Crime એ 14 કુખ્યાત આરોપીઓનો કર્યો પર્દાફાશ
Cyber Cell Dwarka: આંતર રાજ્ય Cyber Crime આચરતા 5 આરોપીઓને ગુજરાતમાંથી પકડી પાડવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ પર રાજ્ય સહિત અન્ય રાજ્યના આરોપામાં સંડોવાયેલા હતા. તેમજ 9 જેટલા ગુન્હાનો Mastermind નો દ્વારકાની સાઈબર ટીમે પર્દાફાશ કર્યો છે.
ગેરકાયદેસર વસ્તુંઓ જપ્ત કરવામાં આવી
Cyber Cell Dwarka
આ તમામ આરોપીઓએ ન્યૂડ વિડ્યો કોલ, બ્લેક મેલિંગ, ડમી વેબસાઈટ બનાવી હોટેલ બુકિંગના નામે છેતરપીંડી કરતા હતા. તેમજ ડુપ્લીકેટ નામો વારી પ્રીએક્ટિવ સીમ કાર્ડ વેંચતા હતા. તે સહિત આરોપીઓ પાસેથી ડમી સીમ કાર્ડ મોબાઈલ ફોન ચેક બુક, એટીએમ કાર્ડ,ફર્જી આધાર કાર્ડ સહિત નો મુદામાલ કબજે કરી વધુ તપાસ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયામાં પણ એક ન્યૂડ વિડિયોનું પ્રકરણ બનેલ
દ્વારકા યાત્રિકો માટે ફરવા લાયક સ્થળ છે. ત્યારે અહીં હોટેલોની બોગસ વેબસાઇટ બનાવી બુકિંગ લઈ પૈસાની છેતરપીંડી થતી હતી. તેમજ ખંભાળિયામાં પણ એક ન્યૂડ વિડિયોનું પ્રકરણ બનેલ ત્યારે પોલીસે Cyber Cell Dwarka સૂત્ર હેઠળ આંતર રાજ્ય મેગા ઓપરશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Morabi Pollution: એક બાજુ કરોડાના બજેટ અને બીજી બાજુ જિલ્લાઓ ગંદકીથી ભરેલા