Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Crime : હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું નિષ્ફળ, સૂરતથી મૌલવીની કરાઇ ધરપકડ

Crime : લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections)લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની પણ તકેદારી રાખવામાં આવી રહી...
02:14 PM May 05, 2024 IST | Hiren Dave
maulvi arrest

Crime : લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections)લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને  (hindu leader)મારી નાખવાની(Crime)ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ (Surat Crime Police)દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મૌલવીના આ ષડયંત્રનો ખુલાસો

વ્યવસાયે મૌલવીના આ ષડયંત્રનો ખુલાસો તેના મોબાઈલ ફોન પરની ચેટ દ્વારા થયો છે. પકડાયેલા આરોપીના પાકિસ્તાન અને નેપાળ સહિત ઘણા દેશોમાં રહેતા કટ્ટરપંથીઓ સાથે સંપર્ક હતો. પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મારવા માટે 1 કરોડ રૂપિયાની સોપારી આપવા અને પાકિસ્તાનથી હથિયાર મંગાવવા અંગેની ચેટ પણ મળી આવી છે. ઉપદેશ રાણાને પાકિસ્તાન અને નેપાળ સહિતના અન્ય દેશોના કટ્ટરપંથી વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો અને તેને કમલેશ તિવારીની જેમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

સુરત પોલીસને મૌલાનાના મોબાઈલમાંથી ચેટ મળી આવી

તો મૌલાનાના મોબાઇલમાંથી જે ચેટ મળી આવી છે તેમાં પોલીસને જાણવા મળ્યું છે કે, ઉપદેશ રાણાને મારી નાખવા માટે પાકિસ્તાનથી ગન મગાવવા માટેનો શોદો થઈ રહ્યો હતો અને પાકિસ્તાનથી જલ્દી મોકલવામાં આવે તેવી વાત મૌલાના દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ઘટનાને અંજામ આપવા માટે એક કરોડ રૂપિયા પણ કોઈને આપવાની વાત કરવામાં આવતી હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. તો અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે.

હિન્દુ દેવી દેવતાઓનાં ચિત્રો મોર્ફ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો

સુરતમાં આ મૌલાના કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને ઝડપી પાડ્યો હતો. આરોપી મહમદ સોહેલ બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે પોતાના ગ્રુપમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત દેશના રાષ્ટ્રધ્વજના ફોટામાં છેડછેડ કરી તેમજ હિન્દુ ધર્મ બાબતે કરેલ પોસ્ટ કે વિડિયો પર અભદ્ર કરતો હતો. ઉપરાંત છ ડિસેમ્બરે બ્લેક ડે અંગેના કોમેન્ટના ફોટાઓ તથા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં પોતાના ગ્રુપમાં પોસ્ટ કરતો હતો. આ ઉપરાંત તેને વિદેશી હેન્ડલર પાસેથી હથિયારો પણ મંગાવ્યા હતા. જેમાં પાકિસ્તાન, વિએતનામ, ઇન્ડોનેશિયા, કજાકિસ્તાન અને લાઓસ સહિતના દેશના લોકોના સંપર્કમાં આ મૌલાના હતો.

આ  પણ  વાંચો  - Junagadh: છેલ્લી ઘડીએ જૂનાગઢ બેઠક પર કોંગ્રેસમાં ડખ્ખો..!

આ  પણ  વાંચો  - VADODARA : ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી નાગરિક ધર્મ નિભાવવા અપીલ

આ  પણ  વાંચો  - Voting: મતદાન પહેલા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Tags :
CrimeGujarat ATShindu leader maulvi arrestLok Sabha ElectionsSuratSurat City PoliceSurat Crime Police.
Next Article