Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress : ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ..

  Congress : ભરૂચ જિલ્લામાં મર્હુમ અહમદ પટેલના અવસાન બાદ કોંગ્રેસ (Congress ) વધુ પડી ભાંગી છે અને તેમાંય હવે લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections ) આપ અને કોંગ્રેસના ગઢબંધનને લઇ હાલ ભરૂચ જિલ્લાની કોંગ્રેસ સમિતિ સિનિયર કોંગ્રેસિયો અને યુવા...
11:26 PM Feb 26, 2024 IST | Hiren Dave
Congress

 

Congress : ભરૂચ જિલ્લામાં મર્હુમ અહમદ પટેલના અવસાન બાદ કોંગ્રેસ (Congress ) વધુ પડી ભાંગી છે અને તેમાંય હવે લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections ) આપ અને કોંગ્રેસના ગઢબંધનને લઇ હાલ ભરૂચ જિલ્લાની કોંગ્રેસ સમિતિ સિનિયર કોંગ્રેસિયો અને યુવા કોંગ્રેસીઓ વિનાની સાબિત થઈ રહી છે જેના કારણે આવતીકાલે કોંગ્રેસના હોદ્દેદારો પત્રકાર પરિષદ યોજી અન્ય પક્ષમાં જવાના અથવા તો પોતે કોંગ્રેસ વિચારધારા ઉપર અપક્ષ માંથી ઉમેદવારી કરે તેવા એંધાણો વળતાઈ રહ્યા છે.

 

કોંગ્રેસના પ્રમુખ સહિત 8 પાયાના હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા 
ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ટાણે શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 8 પાયાના હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા. દરેક પક્ષનો નેતા પોતાના ફાયદા માટે જ અન્ય પક્ષમાં જતો હોય છે તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધનને લઈ કોંગ્રેસીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને કોંગ્રેસ અને આપના ગઠબંધને ભરૂચ જિલ્લાના સિનિયર કોંગ્રેસીઓ અને યુવા કોંગ્રેસીઓ અસ્વીકાર કરી રહ્યા છે અને આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ભરૂચ જિલ્લામાં સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે.

કોંગ્રેસ સમિતિ સિનિયર અને યુવા કોંગ્રેસીઓ વિનાની થઈ

જેમાં હાલ ભરૂચ જિલ્લાની કોંગ્રેસ સમિતિ સિનિયર અને યુવા કોંગ્રેસીઓ વિનાની થઈ ગઈ છે હજુ આપ અને કોંગ્રેસનું ગઠબંધન ભરૂચ જિલ્લાના કોંગ્રેસીઓને અસ્વીકાર છે જેના પગલે એક પત્રકાર પરિષદનું આયોજન મંગળવારે 11:30 કલાકે કર્યું છે જેમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન થી નારાજ થયેલા કોંગ્રેસી પાયાના હોદ્દેદારો અગ્રણીઓ અન્ય પક્ષમાં જોડાવાની જાહેરાત કરી શકે છે અથવા તો કોંગ્રેસની વિચારધારા સાથે જે મતદારો જોડાયા છે તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે ઉમેદવારી કરનાર ઉમેદવારને મત આપે તેવા આશ્રય સાથે પત્રકાર પરિષદ થનાર હોવાની માહિતી સાપડી રહી છે.

 

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે તાજેતરમાં રાતોરાત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ને છ વર્ષ બાદ દૂર કરી નવા પૂર્વ જિલ્લા પ્રમુખને પુનઃ પ્રમુખ તરીકે નિમણૂક કર્યા છે અને આ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા કે જેઓ છ વર્ષથી નિષ્ક્રિય હતા જેને લઇને પણ સિનિયર અને યુવા કોંગ્રેસીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે જેના પગલે આગામી દિવસોમાં કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા મતદારોને રીઝવવા માટે કોંગ્રેસીઓ અપક્ષ માંથી પણ ઉમેદવારી કરી મતદારો વચ્ચે જાય તેવા એંધાણો વળતાઈ રહ્યા છે

અહેવાલ -દિનેશ મકવાણા -ભરૂચ

 

આ  પણ  વાંચો  -Sabarkantha : વિજયનગરના ચંદનના 5 ઝાડની ચોરી થતા નોંધાઈ ફરિયાદ

 

 

Tags :
BharuchBharuch DistrictCongressCongress seniorCongress strongholdLok Sabha ElectionsNew arrivals
Next Article