ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress Bhawan પોલીસ છાવણીમાં ફેરવાયું, રાહુલ ગાંધી ગુજરાત આવે એવી વકી

અમદાવાદનું (Ahmedabad) કોંગ્રેસ ભવન (Congress Bhawan) પોલીસ છાવણીમાં ફેરવાયું છું. બજરંગદળના કાર્યકરો પહોંચે તે પહેલા કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું છે. DCP સહિતનાં અધિકારીઓ સાથે 5 PI અને 8 જેટલા PSI સહિતનાં અઘિકારીઓ પણ કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પોલીસની ટીમ...
04:05 PM Jul 04, 2024 IST | Vipul Sen

અમદાવાદનું (Ahmedabad) કોંગ્રેસ ભવન (Congress Bhawan) પોલીસ છાવણીમાં ફેરવાયું છું. બજરંગદળના કાર્યકરો પહોંચે તે પહેલા કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું છે. DCP સહિતનાં અધિકારીઓ સાથે 5 PI અને 8 જેટલા PSI સહિતનાં અઘિકારીઓ પણ કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પોલીસની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે ટીયર ગેસનાં સેલ પણ તૈયાર રખાયા છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા કેટલાક લોકોએ કોંગ્રેસ ભવનમાં તોડફોડ કરી હતી.

રાહુલ ગાંધીના નિવેદન બાદ હોબાળો

લોકસભામાં (Lok Sabha) વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિંદુ અંગે ટિપ્પણી કરી હતી, જે બાદ સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીના નિવેદનની અસર ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી હતી. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય (Congress office) ખાતે મોડી રાત્રે ભારે હોબાળો થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પથરાવ પણ કર્યો હતો. ટોળામાંથી કેટલાક શખ્સોએ રાહુલ ગાંધીનાં પોસ્ટર પર કાળી શાહી પણ લગાવી હતી. જો કે, આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે.

કોંગ્રેસ ઓફિસ પોલીસ છાવણીમાં ફેલાઈ

દરમિયાન, બજરંગ દળનાં (Bajrang Dal) કાર્યકરો કોંગ્રેસ ઓફિસ (Congress Bhawan) પહોંચી વિરોધ પ્રદર્શન કરવાના હોવાની માહિતી મળતા કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું છે. DCP સહિતનાં અધિકારીઓ સાથે 5 PI અને 8 જેટલા PSI સહિતનાં અઘિકારીઓ પણ કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. સાવચેતીના ભાગરૂપે પોલીસની ટીમ દ્વારા ટીયર ગેસનાં સેલ પણ તૈયાર રખાયા છે. ઉપરાંત, રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાત આવે તેવી પણ શક્યતાઓ છે. કોંગ્રેસની ફરિયાદ પોલીસ ના લેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત આવવા અપીલ કરી છે. સૂત્રો મુજબ, 6 જુલાઈએ પ્રદેશ નેતાઓને અમદાવાદ આવવા સૂચના પણ અપાઈ છે. રાહુલ ગાંધી અમદાવાદ આવીને ધરપકડ થયેલા નેતાઓને મળી શકે છે.

 

આ પણ વાંચો - Shaktisinh Gohil : રાજકોટ પોલીસ અને BJP પર આકરા પ્રહાર, કહ્યું- કોંગ્રેસનાં શાસનમાં..!

આ પણ વાંચો - રાજકોટ CP ના તઘલખી ફરમાનથી ખળભળાટ…

આ પણ વાંચો - Valsad : દેડકા, ગરોળી બાદ હવે સિઝલરમાંથી ‘વંદો’ નીકળ્યો! ગ્રાહકે Video બનાવી કર્યો દાવો

Tags :
AhmedabadBajrang DalBJPCongress BhawanDcpGujarat CongessGujarat FirstGujarati NewsPolice Teamrahul-gandhiShaktisinh GohilVHPVishwa Hindu Parishad
Next Article