Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lalit Vasoya : જુનાગઢમાં લલિત વસોયા સામે ફરિયાદ, કાયદેસરની કાર્યવાહી કરવા માગ, જાણો સમગ્ર મામલો

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2024) આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. આ ચૂંટણી માહોલ વચ્ચે આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા બાજ નજર રાખવામાં...
lalit vasoya   જુનાગઢમાં લલિત વસોયા સામે ફરિયાદ  કાયદેસરની કાર્યવાહી કરવા માગ  જાણો સમગ્ર મામલો
Advertisement

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2024) આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. આ ચૂંટણી માહોલ વચ્ચે આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન, જુનાગઢમાં વંથલીમાં કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા સામે (Lalit Vasoya) ફરિયાદ નોંધાવવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. સાથે જ કડક કાર્યવાહીની માગ પણ કરાઈ છે.

કોંગ્રેસ (Congress) પાર્ટીએ પોરબંદર (Porbandar) લોકસભા બેઠક પરથી વરિષ્ઠ નેતા લલિત વસોયાને (Lalit Vasoya) ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ત્યારે નામ જાહેર થતા લલિત વસોયાએ પણ પ્રચારનો શંખનાદ કર્યો છે. દરમિયાન, જુનાગઢના (Junagadh) વંથલી તાલુકામાં લલિત વસોયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. લલિત વસોયા સામે આ ફરિયાદ આચાર સંહિતાના (code of conduct) ભંગને લઈ કરવામાં આવી છે. આરોપ મુજબ, ટ્રાફિકને અડચણ રૂપ થાય તેમ સરઘસ કાઢ્યું હોવાથી તેમની સામે આ ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement

BJP ના મનસુખ માંડવીયા સાથે સીધી ટક્કર!

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સખર ભવન ખાતે મંજૂરી વગર માઇક લાઉડ સ્પીકર વગાડ્યા હોવાની ફરિયાદ લલિત વસોયા સામે કરવામાં આવી છે. ફરિયાદમાં કોંગ્રેસ નેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પણ માગ કરાઈ છે. જણાવી દઈએ કે, પોરબંદર બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ લલિત વસોયાને ટિકિટ આપી છે. તેમનો સીધો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) સાથે થવાનો છે. આથી આ બેઠક પર જોરદાર ઘમાસાણ જોવા મળશે તેવો અંદાજ રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -

આ પણ વાંચો -

આ પણ વાંચો -

Tags :
Advertisement

.

×