Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kheda : કો.ઓ. ક્રેડિટ સોસાયટીને 250 તોલા નકલી સોનું પધરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ

ખેડામાં (Kheda) કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઠાસરામાં (Thasra) આવેલી બેંકને 250 તોલા જેટલું નકલી સોનું (fake gold) પધરાવીને એક ગોલ્ડ વેલ્યુઅરે ગ્રાહકોને લોન અપાવી લાખોની છેતરપિંડી આચરી હતી. જાન્યુઆરી મહિનામાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું પરંતુ, હજી...
07:29 PM Mar 17, 2024 IST | Vipul Sen

ખેડામાં (Kheda) કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઠાસરામાં (Thasra) આવેલી બેંકને 250 તોલા જેટલું નકલી સોનું (fake gold) પધરાવીને એક ગોલ્ડ વેલ્યુઅરે ગ્રાહકોને લોન અપાવી લાખોની છેતરપિંડી આચરી હતી. જાન્યુઆરી મહિનામાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું પરંતુ, હજી સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી. મેનેજિંગ ડિરેક્ટરનો ભત્રીજો હોવાના કારણે ફરિયાદ ન થયાનું અનુમાન છે. ઠાસરા પોલીસ (Thasra Police) સમગ્ર કેસને લઈ તપાસ કરી રહી છે.

ખેડાના (Kheda) ઠાસરામાં આવેલી વેપારી મંડળ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં (Co-operative Credit Society) ચિરાગ ચોક્સી નામના ગોલ્ડ વેલ્યુવરે 250 તોલા જેટલું નકલી સોનું જમા કરાવીને ગ્રાહકની લોન અપાવી હતી. જો કે, એક ગ્રાહકની લોન ઓવરડ્યૂ થતા તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. અંદાજે 250 તોલા જેટલું નકલી ગોલ્ડ સંસ્થાને પધરાવીને આ ગોલ્ડ પર ગ્રાહકોને લાખો રૂપિયાની લોન અપાવી હતી. અહેવાલ મુજબ, આ સમગ્ર કૌભાંડ જાન્યુઆરીમાં સામે આવ્યું હતું. પરંતુ, તેમ છતાં કોઈ આ મામલે કોઈ ફરિયાદ કરાઈ નહોતી.

મેનેજિંગ ડિરેક્ટરનો ભત્રીજો હોવાના કારણે ફરિયાદ ન થઈ હોવાનો અહેવાલ

અહેવાલ છે કે, બેંક ડિરેક્ટરે હજુ સુધી કૌભાંડને લઈ કોઈ ફરિયાદ નહોતી કરી. મેનેજિંગ ડિરેક્ટરનો ભત્રીજો હોવાના કારણે હજુ સુધી ફરિયાદ નહીં થવાનું કારણ સામે આવ્યું છે. જો આ મામલે નિષ્પક્ષ તપાસ થાય તો કૌભાંડનો આંકડો વધે તેવી શક્યતા છે. ઠાસરા પોલીસ (Thasra Police) આ સમગ્ર કેસને લઈ તપાસ કરી રહી છે.

 

આ પણ વાંચો - VADOADRA : મોટા અધિકારીનો ડ્રાઇવર લૂંટાયો

આ પણ વાંચો - VADODARA : દિયર-ભાભીના પ્રેમસંબંધમાં નડતરરૂપ ભાઇની ઘરમાં જ હત્યા

આ પણ વાંચો - કળિયુગે માઝા મૂકી ! રાજકોટમાં 13 વર્ષીય સગીરા માતા બની

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
bank directorCo-operative Credit Society in Khasraco-operative credit society scamCrime Newsfake goldGujarat FirstGujarati NewsKhedakheda policeThasraThasra Police
Next Article