Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Brain dead ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા

Civil Hospital Patient: અમદાવાદ Civil Hospital માં 154 મું organ donation, ચાર સગા ભાઇઓએ Brain dead ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા.કલોલના ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા Brain dead થતા organ donation થયું. બે કીડની, એક...
brain dead ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા

Civil Hospital Patient: અમદાવાદ Civil Hospital માં 154 મું organ donation, ચાર સગા ભાઇઓએ Brain dead ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા.કલોલના ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા Brain dead થતા organ donation થયું. બે કીડની, એક લીવર તેમજ સ્કીન નું દાન મળ્યું. સાથે જ Civil Hospital માં ત્રીજુ સ્કીન દાન પણ થયું.

Advertisement

  • તબીબોએ અમરતભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા

  • અમરતભાઈનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો

  • જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે

અમદાવાદ Civil Hospital માં આજે 154 મું organ donation થયું છે. Civil Hospital ખાતે ૧૫૪ માં organ donationની વાત કરીએ તો કલોલ ના રહેવાસી ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણાને 13-05-2024 ના રોજ ડાબા શરીરમાં લકવાની અસર સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે Civil Hospital, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. Civil Hospital માં સારવાર દરમિયાન તારીખ 15-05-2024 ના રોજ તબીબોએ અમરતભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા.

આ પણ વાંચો: Balloon Carnival: દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું થયું આયોજન

Advertisement

અમરતભાઈનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો

અમરતભાઇ ના પરીવારમાં તેમના 90 વર્ષીય વૃદ્ધ મા તેમજ ચાર ભાઇ છે. પોતે અપરણિત હોવાથી અમરતભાઇ પોતાના ભાઇઓ સાથે રહેતા હતા. Civil Hospital ના ડોક્ટરોની ટીમે અમરતભાઇના ભાઇઓને Brain dead બાદ organ donation વિશે સમજાવતા બધા ભાઇઓ (પ્રવિણભાઇ, ચંદ્રકાંતભાઇ, અશોક્ભાઇ, મનુભાઇ) એ સાથે મળી અમરતભાઈનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. અમરતભાઈ ના organ donation થકી બે કીડની, એક લીવર તેમજ સ્કીનનું દાન મળ્યું.

આ પણ વાંચો: ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘સમર સાયન્સ પ્રોગ્રામ-2024’નો પ્રારંભ

Advertisement

જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે

અમદાવાદ Civil Hospital સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, અમરતભાઈના organ donation થી મળેલ કિડની તેમજ લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા દાખલ જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ પ્લાસ્ટીક સર્જરી વિભાગ અંતર્ગત આવેલ સ્કીન બેંકને મળેલા સ્કીન દાનથી પણ દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં સ્કીન પ્રત્યારોપણ કરી કુલ 4 લોકોની જીંદગી આપણે બચાવી શકીશું. Civil Hospital ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 154 અંગદાતાઓ થકી કુલ ૪૯૭ અંગો તેમજ ત્રણ સ્કીનનું દાન મળેલ છે. જેના થકી ૪૮૧ વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.

આ પણ વાંચો: Sabarkantha Madrasa: સાબરકાંઠા ડી.ઓ. એ ત્રણ તાલુકાઓમાં ચાલતી 06 મદ્રેસાઓની તપાસ શરૂ કરી

Tags :
Advertisement

.