Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CID Raid On Angadia firm: રાજ્યની આંગડિયા પેઢીઓ આવી CID અને આયકર વિભાગના રડારમાં

CID Raid On Angadia firm: હાલ, ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 નો માહોલ છે. જોકે ગુજરાતમાં 7 મે, 2024 ના રોજ મતદાન પૂર્ણ થયું છે. ત્યારે દેશ સહિત દેશના ખૂણે-ખૂણે સુરક્ષા અધિકારીઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે ઉપરાંત પરસ્પર ખાસ...
08:02 PM May 10, 2024 IST | Aviraj Bagda
CID Raid On Angadia firm

CID Raid On Angadia firm: હાલ, ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 નો માહોલ છે. જોકે ગુજરાતમાં 7 મે, 2024 ના રોજ મતદાન પૂર્ણ થયું છે. ત્યારે દેશ સહિત દેશના ખૂણે-ખૂણે સુરક્ષા અધિકારીઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે ઉપરાંત પરસ્પર ખાસ સુરક્ષા સંસ્થાએ સઘન મુહિમ કાર્યરત કરી હતી. ત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં CID અધિકારીઓ દ્વારા દરોડા પાડીને ગેરનીતિને અટકાવવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તે ઉપરાંત આ સઘન મુહિમમાં આયકર વિભાગના અધિકારીઓ અને ED વિભાગ પણ સાથે કામ કરી રહ્યા છે. જોકે આ ઓપરેશન દરમિયાન અમદાવાદમાં આવેલા વિવિધ આંગડિયા પેઢીના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે.

આ પણ વાંચો: VADODARA : TASTE OF VADODARA ઇવેન્ટના ઘોંઘાટથી રહીશો ત્રસ્ત

કુલ 15 કરોડ રોકડ રકમ જપ્ત કરી

હાલમાં, અમદાવાદના C G Road પર આવેલી પ્રાઈમ આંગડિયા પેઢી પર દરોડા પાડ્યા હતા. તે ઉપરાંત H M આંગડિયા પેઢીમાંથી 8 કરોડ અને P M આંગડિયા પેઢીમાંથી 2 કરોડ જપ્ત કર્યા હતા. જોકે કુલ 12 આંગડિયા પેઢી પર CID અને આયકર વિભાગની ટીમે સાથે મળીને દરોડા પાડ્યા હતા. ત્યારે આ દરોડામાં કુલ 15 કરોડ રોકડ રકમ, 75 લાખ વિદેશી રોકડ રકમ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત કર્યા છે.

આ પણ વાંચો: ભાજપમાં અસંતોષનો દાવાનળ! અમરેલી બાદ જૂનાગઢમાં વિરોધ ફાળી નિકળ્યો, દિલ્હી સુધી પહોંચી ફરિયાદ

કુલ 25 વિવિધ આંગડિયા પેઢીઓ પર દરોડો

જોકે CID અને આયકર વિભાગની ટીમે દરોડા પાડેલી આંગડિયા પેઢીઓ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે નાણાંની હેરાફેરી થતી હોવાની નોંધ લેવામાં આવી હતી. ત્યારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ CID અને આયકર વિભાગની ટીમે કુલ 25 વિવિધ આંગડિયા પેઢીઓ પર દરોડો પાડ્યા હતા. આ ઓપરેશનમાં કુલ 40 સુરક્ષા અધિકારીઓ સાથે જોડાયેલા હતા.

આ પણ વાંચો: VADODARA : હાય ગરમી ! તાપમાન વધતા રોડ પીગળવાનું જારી

Tags :
AhmedabadAngadia firmCIDCID RaidCID Raid On Angadia firmGujaratGujarat CIDGujarat First
Next Article