Chhotaudepur Unique Marriage: વરરાજા નહીં, પણ વરની બહેન દુલ્હન સાથે ફેરા ફરે
Chhotaudepur Unique Marriage: છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં આપણને આશ્ચર્ય ચકિત કરી નાંખે તેવો રિવાજ સામે આવ્યો છે. અંબાલા ગામમાં લગ્નપ્રસંગ દરમિયાન અનોખી પરંપરાનું અનુકરણ કરવામાં આવે છે. આ પરંપરા ગામમાં વર્ષોથી ચાલી આવી છે.
- અંબાલા ગામમાં અનોખી લગ્ન વિધિ જોવા મળી
- અંબાલા ગામના દેવ કુંવારા હતા
- બહેન ભાભી સાથે ફેરા ફરીને લગ્ન કરે છે
Chhotaudepur Unique Marriage
ત્યારે અંબાલા ગામમાં એવો રિવાજ છે કે, ગામમાં કોઈ યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઇ શકતો નથી, કે બહારથી કોઈ વરરાજા બની ગામમાં લગ્ન કરવા આવી શકતો નથી. આ ગામોમાં લગ્ન કરવા માટે વરરાજાની નાની બહેન જાન લઈને જાય છે. તો બીજી તરફ ગામમાં જો કે છોકરીના લગ્ન હોય તો, પણ આ રિવાજનું અનુકરણ કરવામાં આવે છે.
અંબાલા ગામના દેવ કુંવારા હતા
તેના અંતર્ગત છોકરીના લગ્ન સમયે બહાર ગામથી વરરાજા પણ આવી શકતો નથી એટલે વરરાજાની બહેન લગ્ન કરવા આવે છે. આશ્ચર્ય પામે એવા રિવાજ પાછળનું કારણ છે કે માન્યતા પ્રમાણે આ ગામના દેવ, જેમ કે સામાન્ય રીતે રીતે કુળદેવ હોય છે તે કુંવારા છે. તેમના લગ્ન ન થયા હોવાથી ગામનો યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઇ શકતો નથી અને તેની બહેન તેની ભાભીને લેવા જાય છે.
Chhotaudepur Unique Marriage
આ પણ વાંચો: Gujarat Science City ખાતે એક દિવસીય રોબોટિક્સ વર્કશોપ “નૉ યોર રોબોટ્સ”નું આયોજન
બહેન ભાભી સાથે ફેરા ફરીને લગ્ન કરે છે
જ્યારે વરરાજાની બહેન દુલ્હનને લેવા જાય છે, ત્યારે તેના હાથમાં તલવાર, વાંસની એક ટોપલી હોય છે તેમાં બધી વસ્તુઓ મૂકેલી હોય છે. તે લઈને લગ્ન કરવાના સ્થળે જાય છે અને ત્યાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વિધિ કરીને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે. ઘરે આવીને પોતાની ભાભીને ભાઈને સોંપે છે અને ત્યારબાદ અમુક વિધિ કર્યા પછી વરરાજા પોતાની પત્ની સાથે ઘર-સંસાર માણી શકે છે. રિવાજની ખાસ વાત એ છે લગ્ન ફેરાઓ પણ છોકરીઓ જ ફરે છે.
આ પણ વાંચો: Mehsana Hindu-Muslim Marriage: ગુજરાતમાં સૌ પ્રથમવાર હિન્દુ મુસ્લિમ એકતા દર્શાવતા અનોખા સમૂહ લગ્ન
પરંપારા તોડવાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે છે
આ ગામના રિવાજ મુજબ આ રિવાજ ક્યારથી ચાલ્યો આવે છે એનો કોઈ ચોક્કસ સમય જાણી શકાયો નથી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે. આદિવાસીઓમાં લગ્ન કરાવવા માટે બ્રાહ્મણ નથી હોતા, પરંતુ ત્યાં પટેલ-પૂજારા હોય છે. ગામમાં જે પરંપરાગત પુંજા-વિધિ કરતાં હોય છે અને લગ્નની વિધિ પણ તેઓ જ કરે છે. ગામના આ પરંપરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો નવદંપતીના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તેવું ગ્રામજનોનું માનવું છે.
આ પણ વાંચો: Ahmedabad : જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ યુવા મતદારોએ લીધા મતદાનના શપથ