Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur Collector: છોટાઉદેપુરમાં EVM હટાવો, બેલેટ પેપર લવો મુહિમના પડઘા પડ્યા

Chhotaudepur Collector: ઇવીએમ (EVM) હટાવો અને બુલેટ પેપર લગાવો મુહિમની અસર છોટાઉદેપુર (Chhotaudepur) વિસ્તારમાં જોવા મળી છે. ચૂંટણીના પરિણામો અંગે દેશના લોકોમાં શંકા ઊભી થઈ વિરોધની લાગણી પૂરા સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી મશીનમાં નોંધાયેલ મતો કરતાં વધુ મતો નીકળે ચૂંટણીના...
chhotaudepur collector  છોટાઉદેપુરમાં evm હટાવો  બેલેટ પેપર લવો મુહિમના પડઘા પડ્યા

Chhotaudepur Collector: ઇવીએમ (EVM) હટાવો અને બુલેટ પેપર લગાવો મુહિમની અસર છોટાઉદેપુર (Chhotaudepur) વિસ્તારમાં જોવા મળી છે.

Advertisement

  • ચૂંટણીના પરિણામો અંગે દેશના લોકોમાં શંકા ઊભી થઈ
  • વિરોધની લાગણી પૂરા સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી
  • મશીનમાં નોંધાયેલ મતો કરતાં વધુ મતો નીકળે

ચૂંટણીના પરિણામો અંગે દેશના લોકોમાં શંકા ઊભી થઈ

દેશની લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) 2024 માં ઇવીએમ (EVM) રદ કરીને બેલેટ પેપર (Ballot Paper) પર કરવાની માંગ કરતું આવેદનપત્ર છોટાઉદેપુર નિવાસી કલેકટર શૈલેષ બોક્લાણીને આપવામાં આવ્યો હતો. જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે ઇવીએમ (EVM) દ્વારા કરાતી ચૂંટણીના પરિણામો અંગે દેશના લોકોમાં શંકા ઊભી થઈ છે. તેની સામે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મશીનના સેટિંગ દ્વારા તેનો મત અન્ય ઉમેદવારને આપી દેવામાં આવે છે.

Advertisement

વિરોધની લાગણી પૂરા સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી

મતદારો સરકારની રીતી નીતિને નજર સામે રાખીને મતદાન કરતા હોય છે. પરંતુ ચૂંટણી (Lok Sabha Election) ના પરિણામો મતદારોના મુડથી વિપરીત આવતા હોવાનું જણાય છે. આવી લાગણી પુરા દેશમાં લોકોની છે. તેઓ હાલ ચાલી રહેલા ઇવીએમ (EVM) સામેના વિરોધ આંદોલનમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. જે રીતે દેશના લોકોને લાગી રહ્યું છે તેવોજ અનુભવ પુરા ગુજરાત અને છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના મતદારોને થઈ રહ્યો છે.

મશીનમાં નોંધાયેલ મતો કરતાં વધુ મતો નીકળે

આગામી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ઈવીએમ (EVM) ના બદલે બેલેટ પેપર દ્વારા કરવામાં આવવી જોઈએ. જો ચૂંટણી ઈવીએમ (EVM) દ્વારા જ કરવી હોય તો વિવિપેટ પેટીમાં પડતી પરચી સીધી મતદારના હાથમાં આવવી જોઈએ. મતદારનો મત જેને આપવામાં આવે છે. તે જ ઉમેદવારને મળે છે, તે સાબિત થતું નથી. મતોની વિવિપેટ અને મશીનની 100 ટકા ગણતરી મેળવણી થતી નથી. નોંધાયેલ મતો કરતાં વધુ મતો નીકળે છે. જેથી કરીને તેઓની માંગણી ઉપર યોગ્ય વિચાર કરવા અને તેનો અમલ કરવા ભલામણ કરવાની રજુઆત કરવામાં આવી છે.

Advertisement

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Tribal Rituals: આદિવાસી સમાજે આદિવાસી પરંપરા પ્રમાણે હોળીના પાવન પર્વની કરી શરૂઆત

Tags :
Advertisement

.