Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur Collector Program: આવતા વેંત જ પ્રશ્નો ઉકેલાયા, ગામના લોકોમાં ખુશી

Chhotaudepur Collector Program: છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર (Chhotaudepur Collector) અનીલ ધામેલીયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પ્રજાના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ સુચારા પ્રયાસો આદર્યા હતા. કાર્યક્રમમાં કુલ 19 અરજીઓ આવેલી હતી અરજીઓને લઈને કલેક્ટર કચેરીમાં રિપોર્ટ કરાશે કલેક્ટર સમક્ષ સિંચાઈ...
chhotaudepur collector program  આવતા વેંત જ પ્રશ્નો ઉકેલાયા  ગામના લોકોમાં ખુશી

Chhotaudepur Collector Program: છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર (Chhotaudepur Collector) અનીલ ધામેલીયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પ્રજાના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ સુચારા પ્રયાસો આદર્યા હતા.

Advertisement

  • કાર્યક્રમમાં કુલ 19 અરજીઓ આવેલી હતી
  • અરજીઓને લઈને કલેક્ટર કચેરીમાં રિપોર્ટ કરાશે
  • કલેક્ટર સમક્ષ સિંચાઈ માટે બોરની માગ થઈ
  • કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી

કાર્યક્રમમાં કુલ 19 અરજીઓ આવેલી હતી

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા ગ્રામ્ય સ્તરે અનુભવાતી તમામ પ્રશ્નોને રજૂ કરવામાં આવ્યા હતા. તેના અંતર્ગત ગ્રામ્યજનોએ જમીન, રસ્તાઓ પરના દબાણ, ખેતીવાડીના સિંચાઈના પ્રશ્નો, આંગણવાડીની ભરતી પ્રક્રિયા સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 19 અરજીઓ આવેલી હતી.

Advertisement

અરજીઓને લઈને કલેક્ટર કચેરીમાં રિપોર્ટ કરાશે

તેમાંથી 3 અરજીઓનું જીલ્લા કલેકટર (Chhotaudepur Collector) દ્વારા સ્થળ પર જ નિકાલ કરવા સુચન કર્યું હતું. 8 અરજીઓમાં જે-તે ખાતાના આધિકારીઓને સ્થળ પર જઈ યોગ્ય કાર્યવાહી કરી રીપોર્ટ કરવા જણાવ્યું હતું. અન્ય અરજીઓમાં અરજદારોને સમજુતી આપી અરજીઓ દફતરે કરવા સુચના આપી હતી.

કલેક્ટર સમક્ષ સિંચાઈ બોરની માગ થઈ

આ અંગે જીલ્લાના અંત્રોલી ગામના પીપળા ફળિયામાં રહેતા મોહનભાઈ ભદુભાઈ રાઠવા સાથે વાત કરતા જણાવ્યું હતું કે,તેઓ ખેતીના વ્યવસાય સાથે ૪૦ વર્ષથી જોડાયેલા છે. તેમની ખેતી વરસાદ આધારિત પાકો પર નભતી હતી. સમયના પરિવર્તન સાથે તેઓ ત્રણેય સીઝનના પાક લેવા માંગતા હતા. તેના માટે કલેક્ટર સમક્ષ સિંચાઈ બોરની માગ કરી હતી.

Advertisement

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોક્લાણી, નાયબ કલેકટર (Deputy Collector) અમિત ગામીત, TDO, મામલતદારો સહિત સંબંધિત વિભાગના જિલ્લા-તાલુકાના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Bharuch LokSabha : ‘આપ’ સાથેના ગઠબંધનની વાતથી કોંગ્રેસમાં ધમાચકડી

Tags :
Advertisement

.