Chhota Udepur Program: ગીર ફાઉન્ડેશન દ્વારા ઈકો ક્લબનું શાળા કાર્યક્રમમાં કરાયું આયોજન
Chhota Udepur Program: છોટા ઉદેપુરમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલમાં પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ગીર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઈકો ક્લબને વધુ પ્રવૃતિ સભર બનાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- પૃથ્વી પરનો દરેક જીવ મહત્વનો છે
- કાર્યક્રમમાં બાળકોને આહાર શૃંખલા વિશે માર્ગદર્શન અપાયું
- સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્લબ ઈન્ચાર્જ દ્વારા કરાયું
પૃથ્વી પરનો દરેક જીવ મહત્વનો છે

Chhota Udepur Program
શાળાના બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપી શકાય તેવા ઉદેશથી શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલમાં આચાર્ય શાહિદ શેખના માર્ગદર્શનમાં "પૃથ્વી પરનો દરેક જીવ મહત્વનો છે " વિષય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમા વક્તાઓએ જૈવિક વિવિધતા, જૈવિક વિવિધતાના ફાયદા અને સંરક્ષણ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી. જેમા મુખ્યત્વે જણવવામા આવ્યુ હતું કે પૃથ્વી પર આશરે 30 લાખ જેટલા જીવો વસવાટ કરે છે.
કાર્યક્રમમાં બાળકોને આહાર શૃંખલા વિશે માર્ગદર્શન અપાયું
આ તમામ જીવો પૃથ્વી પરના જીવન માટે ખૂબ જ મહત્વના છે. આ ધરતી પરના તમામ જીવો એકબીજાના જીવન માટે કડીરૂપ છે. જે કડી તૂટે તો પર્યાવરણનું સંતુલન ખોરવાય શકે છે. જેથી આ પૃથ્વી પર દરેક સજીવ મહત્વના છે. શાળાના ઈકો ક્લબના 100 જેટલા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે શાળાની આસપાસની વનસ્પતિઓ તથા પ્રાણીઓનો સર્વે કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્લબ ઈન્ચાર્જ દ્વારા કરાયું
તે સહિત સ્થળ પર જૈવિક સંરક્ષણ વિશેની ચર્ચા કરી નજીકમાં આવેલા નૈસર્ગિક સ્થળની મુલાકાત કરી હતી. ત્યારે ત્યાંની જૈવિક વિવિધતા સમજવા માટે પ્રયત્ન કરી તેના સંરક્ષણ માટે શક્યતાઓની ચર્ચા કરી વિગતવાર સમજ આપવામા હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના પ્રતિભાવો લેવામાં માટે જૈવિક વિવિધતા વિશે યોજવામા આવેલ ચિત્ર ,નિબંધ અને વકૃત્વ સ્પર્ધામા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ઈકો ક્લબ ઈન્ચાર્જ યુ.બી.રાઠોડ દ્વારા કરવામા આવ્યુ હતુ.