Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhota udepur : ઘર બેઠા મતદાન... બીજા દિવસે આટલા મતદાતાઓ નિભાવી ફરજ

છોટાઉદેપુર (Chhota udepur) લોકસભા બેઠક વિસ્તારમાં ઘરબેઠા મતદાન પ્રક્રિયાનો આજે બીજો દિવસ થવા પામ્યો છે, જેમાં આજે છોટાઉદેપુર જિલ્લામાં 152 મળી કુલ 407 મતદાતાઓએ મતદાન કર્યું હતું. એક પણ લાયક ઉમેદવાર મતદાન કરવાથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી...
chhota udepur   ઘર બેઠા મતદાન    બીજા દિવસે આટલા મતદાતાઓ નિભાવી ફરજ

છોટાઉદેપુર (Chhota udepur) લોકસભા બેઠક વિસ્તારમાં ઘરબેઠા મતદાન પ્રક્રિયાનો આજે બીજો દિવસ થવા પામ્યો છે, જેમાં આજે છોટાઉદેપુર જિલ્લામાં 152 મળી કુલ 407 મતદાતાઓએ મતદાન કર્યું હતું. એક પણ લાયક ઉમેદવાર મતદાન કરવાથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી તંત્ર તરફથી એક નવી પહેલ કરવામાં આવી છે, જેમાં ઘરબેઠા મતદાનનો વિકલ્પ મતદાતાઓને આપવામાં આવ્યો છે. વયોવૃદ્ધ અને દિવ્યાંગ હોય અને જેઓ મતદાન કેન્દ્ર સુધી નહીં આવી શકતા એવા મતદાતાઓ માટે ઘરબેઠા મતદાનનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

Advertisement

ઘરબેઠા મતદાનનો વિકલ્પ

24 એપ્રિલથી શરૂ થયેલી વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠાં મતદાનની પ્રક્રિયા 27મી એપ્રિલ સુધી ચાલવાની છે, જેમાં વિધાનસભા વાઈઝ ટીમોની સક્રિય કામગીરીથી અનેક વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની દેશહિતમાં મતદાન કરી રહ્યા છે. ગુરુવારે પ્રથમ દિવસે છોટા ઉદેપુર (Chhota udepur) જિલ્લાના કુલ 255 મતદાતાઓએ મતદાન કરી પોતાની લોકશાહીના પર્વની ફરજ અદા કરી હતી. છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 90 પાવી-જેતપુર વિધાનસભા મત વિસ્તારના 53 અને સંખેડા વિધાનસભા મત વિસ્તારના 112 મતદાતાઓએ મતદાન કર્યું હતું. જ્યારે, આજે શુક્રવારના રોજ છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 71 પાવી જેતપુર (Pavi-Jetpur) વિધાનસભા મત વિસ્તારના 42 અને સંખેડા વિધાનસભા મત વિસ્તારના 39 મતદાતાઓએ મતદાન કર્યું હતું.

Advertisement

વયોવૃદ્ધ અને દિવ્યાંગોએ નિભાવી લોકશાહી માટે ફરજ

છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં (Lok Sabha Election) 750 થી વધુ મતદાતાઓએ ઘરબેઠા મતદાન કરવાના વિકલ્પને પસંદ કર્યો હતો. આ સાથે દરેક વિધાનસભા મતક્ષેત્રમાં 4થી 7 ટીમો આ કામગીરી માટે બનાવવામાં આવી છે, જેમાં મતદાન અધિકારી, સહાયક મતદાન અધિકારી, માઈક્રો ઓબ્ઝર્વર, વીડિયોગ્રાફર, પોલિટિકલ પાર્ટી તેમ જ ઉમેદવારનો પ્રતિનિધિ પણ રાખવા હોય તો રાખી શકે છે. આ સાથે સમગ્ર પ્રક્રિયા દરમિયાન મતની ગોપનીયતા રહે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાનાઓ દ્વારા જણાવેલ કે આ કામગીરીની પ્રક્રિયા બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

Advertisement

અહેવાલ : તૌફિક શેખ

આ પણ વાંચો - Lok Sabha : 95 વર્ષના રૂસ્તમજી મહેતાએ ઘરે બેઠા મતદાન કર્યું

આ પણ વાંચો - VADODARA : કર્મીઓના પરિવહન માટે ચૂંટણી તંત્ર 660 વાહનોનો ઉપયોગ કરશે

આ પણ વાંચો - Chhotaudepur Election Voting: પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લામાં 255 મતદાતાઓએ મતદાન કર્યું

Tags :
Advertisement

.