80 વર્ષથી વધુ ઉમરના મતદારો માટે ઘરેબેઠા મતદાન, તમામ બુથ પર પાણીની વ્યવસ્થા, આ વખતની ચૂંટણીની આ છે વિશેષતાઓ
રાજ્યમાં 3.24 લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. ગુજરાતમાં 2022 બૂથ એવા શોધવામાં આવ્યા છે જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન વધે તે માટે પંચ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પહોંચી શકવા અસક્ષમ હોય પંચ આવા મતદારોના ઘરે જઈને
Advertisement
રાજ્યમાં 3.24 લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. ગુજરાતમાં 2022 બૂથ એવા શોધવામાં આવ્યા છે જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન વધે તે માટે પંચ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પહોંચી શકવા અસક્ષમ હોય પંચ આવા મતદારોના ઘરે જઈને તેમને મતદાન કરવાની સુવિધા આપશે.તમામ બુથ પર પાણીની વ્યવસ્થા રહેશે.. સાથે જ મહિલાઓ માટે અલગ બુથની પણ વ્યવસ્થા કરવામાં આવશે
કુલ 40 બેઠકો અનામત
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. તેમાં 40 બેઠકો અનામત છે. 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.
ભાજપની જીતની પૂરેપૂરી શક્યતા
ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ સત્તામાં છે. એ ઉપરાંત પાર્ટીના બે મોટા નેતા શ્રીનરેન્દ્રભાઇ મોદી અને શ્રીઅમિતભાઇ શાહ ગુજરાતથી છે. આ સંજોગોમાં અહીં ફરી ભાજપની જ સરકાર આવે એવી સંપૂર્ણ શક્યતા છે.
100 કે તેથી વધુ વયના 11,800 મતદારો
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ.તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.
આ છે આ વખતની ચૂંટણીની વિશેષતા
મહિલાઓ માટે અલગ બુથ બનાવવામાં આવશે
તમામ બુથ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે
તમામ બુથ પર ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા હશે
80 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને ઘરે બેઠા મતદાનની સુવિધા
મતદાન કેન્દ્રો પર દિવ્યાંગો માટે વ્હિલચેરની વ્યવસ્થા
ઉમેદવારોની માહિતી એપ પર ઉપલબ્ધ બનશે