Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

chaitra navratri : Ambaji મંદિર વહીવટદારના હસ્તે ફ્લેગ ઓફ કરી અંબિકા રથને પ્રસ્થાન કરાવાયું

અહેવાલ-શક્તિસિંહ રાજપુત,અંબાજી    chaitra navratri : શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે...
chaitra navratri   ambaji મંદિર વહીવટદારના હસ્તે ફ્લેગ ઓફ કરી અંબિકા રથને પ્રસ્થાન કરાવાયું

અહેવાલ-શક્તિસિંહ રાજપુત,અંબાજી 

Advertisement

chaitra navratri : શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ચૈત્રી નવરાત્રી(chaitra navratri)દરમિયાન પણ ભકતો દર્શન કરવા આવતા હોય છે.આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ મોદી દ્વારા ફ્લેગ ઓફ કરી શક્તિપીઠ અંબાજી ખાતેથી આજરોજ અંબિકા રથને દ્વિતીય રૂટ અંબાજીથી ચોટીલા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Advertisement

અંબાજીથી ચોટીલા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું

51 શક્તિપીઠ પરિક્રમા સંઘ નોંધણી અન્વયે દ્વિતીય રૂટ અંબાજીથી ચોટીલાનો આજરોજ તા.08 એપ્રિલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાદરવી પુનમીયા સંઘના સહયોગથી ગામે ગામ આ રથ મારફત ભક્તોને અંબાજી ટ્રસ્ટની વિવિધ સેવાઓથી પરિચિત કરી સંઘોની નોંધણી કરવામાં આવશે.આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળાના આચાર્ય હિંમતભાઈ દવે, અધ્યાપકો,મંદિરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અન્વયે દ્વિતીય રૂટ અંબાજીથી ચોટીલાનો શુભારંભ

પ્રથમ રૂટ મા 51 શક્તિપીઠ પરિક્રમા સંઘ નોંધણી અન્વયે ઊંઝા થી બહુચરાજી સુઘી નોંધણી કરાઈ હતી ત્યારે દ્વિતીય રૂટ અંબાજીથી ચોટીલાનો શુભારંભ આજે વહીવટદાર ની હાજરીમાં ફ્લેગ ઓફ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

મંગળા આરતીમાં ભક્તો ઘોડાપૂર

ત્યારે બીજી તરફ અંબાજી (Ambaji) ખાતે આજે સવારે મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરના શિખર ઉપર 358 નાના મોટા કળશ લાગેલા છે. શક્તિ દ્વારથી મંદિર પરિસરમાં અલગ અલગ જગ્યા ઉપર રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના નૃત્ય મંડપ નીચે ચૈત્રી નવરાત્રી અખંડ ધૂન મંડળ દ્વારા સતત દસ દિવસ સુધી અખંડ ધૂન શરૂ થઈ ગઈ છે.

અંબાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર

અંબાજી (Ambaji) મંદિરમાં ચૈત્રી નવરાત્રી પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની અને સાંજની આરતી સાત વાગે કરવામાં આવે છે. ચૈત્ર સુદ બીજ થી ચૈત્ર સુદ આઠમ સુધી સવારે બે મંગલા આરતી કરવામાં આવશે. અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક મંદિરમાં પણ સવારે મંગળા આરતી મા ભકતો જોડાયા હતા અને અંબિકેશ્વર મહાદેવ માં પણ મંગલા આરતી માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.

આ  પણ  વાંચો - Chotila : ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ચામુંડા માતાજીને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા

આ  પણ  વાંચો - Chaitri Navratri : ચૈત્ર નવરાત્રિ પર્વે શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ભદ્રકાળીમાં માઈભક્તોનું ઘોડાપૂર, વાંચો અહેવાલ

આ  પણ  વાંચો - chaitra navratri :ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે આ રાશિઓ પર રહેશે ‘મા’ની વિશેષ કૃપા

Tags :
Advertisement

.