C-vigil App: આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ
C-vigil App: મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી તા.16થી 25 માર્ચ દરમિયાન અમદાવાદમાં કુલ 52 ફરિયાદ નોંધાઇ છે. મોટાભાગની ફરિયાદોનો નિકાલ 100 મિનિટની સમયાવધિમાં કરાયો છે.
- ચૂંટણીને લઈ અમદાવાદમાં કુલ 52 ફરિયાદન નોંધાઈ
- મોટાભાગની ફરિયાદોનો 100 મિનિટમાં કારાયો નિકાલ
- C-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પર ફરિયાદો આવી
દેશભરમાં આયોજિત થનાર લોકસભા ચૂંટણી (Lok Sabha Election) અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચ (Election Commission) ના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદારો (Voters) અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલ (Web Portal) ના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે.

C-vigil Application Update
C-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પર ફરિયાદો આવી
C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ (Web Portal) પણ આવી જ એક સુવિધા છે. આ બંને માધ્યમો દ્વારા કોઈપણ જાગૃત નાગરિક તેમના ધ્યાને આવતા આચારસંહિતા ઉલ્લંઘનના કિસ્સાને ચૂંટણી વહીવટી તંત્ર સુધી મોકલી શકે છે. C-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ (Web Portal) ના માધ્યમથી નાગરિકો આચારસંહિતા ઉલ્લંઘનના ફોટોગ્રાફ અને લોકેશન સહિતની જાણકારી ઓનલાઈન મોકલી શકે છે. જે મળ્યા બાદથી 100 મિનિટમાં આ ફરિયાદનું નિવારણ લાવવા માટે તંત્ર કાર્યરત થઈ જાય છે.
મોટાભાગની ફરિયાદોનો 100 મિનિટમાં કારાયો નિકાલ
આચારસંહિતા લાગુ થયા બાદથી એટલે કે તા.16થી 25 માર્ચ દરમિયાન મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલ (Web Portal) ના માધ્યમથી Ahmedabadમાં આવી કુલ 52 ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી કુલ 47 નિકાલપાત્ર ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ 100 મિનિટની સમયાવધિમાં કરાયો છે.
આમ, ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ અને તટસ્થ લોકસભા ચૂંટણી માટે C-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
અહેવાલ સંજ્ય જોશી
આ પણ વાંચો: Chhotaudepur Rituals Fair: કવાંટના રૂમાડિયા ગામે 200 વર્ષ જૂના ગોળ ફેરિયાના મેળામાં માનવ મહેરામણ ઉટ્યું
આ પણ વાંચો: Swaine Flu Cases: બેવડી ઋતુને કારણે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ધરખમ વધારો