Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

C.R.Patil ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીને..!

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે, રાજ્યમાં રાજકીય માહોલ તેની ચરમસીમાએ છે. ભાજપ (BJP) અને કોંગ્રેસના નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપની એક પણ તક ચૂકી રહ્યા નથી. દરમિયાન, રાહુલ ગાંધીના (Rahul...
05:29 PM Apr 29, 2024 IST | Vipul Sen

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે, રાજ્યમાં રાજકીય માહોલ તેની ચરમસીમાએ છે. ભાજપ (BJP) અને કોંગ્રેસના નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપની એક પણ તક ચૂકી રહ્યા નથી. દરમિયાન, રાહુલ ગાંધીના (Rahul Gandhi) રાજા મહારાજાઓ અંગેના નિવેદન બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R.Patil) એકવાર ફરી નિવેદન આપીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું કે, કોંગ્રેસને વિવાદાસ્પદ નિવેદન આપવા તે તેમનો સ્વભાવ છે. કોંગ્રેસને તેમની હાર દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીને ઈતિહાસ ખબર નથી. તેમણે માફી માગવી જોઈએ.

કોંગ્રેસને તેમની હાર દેખાઈ રહી છે : CR પાટીલ

લોકસભાની ચૂંટણી પ્રચાર માટે કર્ણાટકમાં (Karnataka) યોજાયેલ એક જનસભામાં કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પછી ભારે વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદનને લઈ ક્ષત્રિયોમાં ભારે રોષ છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R.Patil) રાહુલ ગાંધીના નિવેદનને લઈ ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. સી.આર.પાટીલે કહ્યું કે, કોંગ્રેસને (Congress) વિવાદાસ્પદ નિવેદન આપવા તે તેમનો સ્વભાવ છે. કોંગ્રેસને તેમની હાર દેખાઈ રહી છે. સી.આર.પાટીલે આગળ કહ્યું કે, રાજા મહારાજાઓ માટે પણ ટિપ્પણી કરવામાં આવી છે. રાહુલ ગાંધીને તેમનો ઈતિહાસ ખબર નથી. આવા નિવેદનો માટે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.

'કોંગ્રેસે પોતાની માનસિકતા ઊજાગર કરી છે'

ગઈકાલે પણ સી.આર. પાટીલે રાહુલ ગાંધીના નિવેદનને લઈ કોંગ્રેસને (Congress) આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીનું નિવેદન છે તે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસે ખરા અર્થમાં લોકોની સામે પોતાની માનસિકતા ઊજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે, એનાથી એ લોકો કોંગ્રેસ થી દૂર પણ થયા છે.

આ પણ વાંચો - Rahul Gandhi: રાહુલ ગાંધીને કેમ યાદ આવ્યા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી?

આ પણ વાંચો - Rahul Gandhi નો રજવાડા પર બફાટ, ગુજરાતની રાજનીતિમાં જામ્યું ઘમાસાણ

આ પણ વાંચો - Rahul Gandhi ના નિવેદન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ C R PATIL ના વાક પ્રહાર, જાણો શું કહ્યું

Tags :
BJPC.R.PatilCongressGujarat FirstGujarati NewsKarnatakaKshatriyas SamajLok Sabha ElectionsRahul Gandh Controversyrahul-gandhiRaja Maharajas Statement
Next Article