Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad : દુષ્કર્મ કેસમાં કોંગ્રેસના પીઢ નેતાની ધરપકડ, અન્ય આરોપીએ પોલીસ પકડથી બચવા ઝેરી દવા પીધી

બોટાદમાંથી (Botad) ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ કોંગ્રેસના (Congress) પીઢ નેતા મકસુદભાઇ શાહ (Maksudbhai Shah) અને રાણપુર ભાદર કાઠિયા ઘાંચી સમાજના પ્રમુખ અનીશ માંકડ (Anish Mankad) સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે કોંગ્રેસનાં...
botad   દુષ્કર્મ કેસમાં કોંગ્રેસના પીઢ નેતાની ધરપકડ  અન્ય આરોપીએ પોલીસ પકડથી બચવા ઝેરી દવા પીધી
Advertisement

બોટાદમાંથી (Botad) ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ કોંગ્રેસના (Congress) પીઢ નેતા મકસુદભાઇ શાહ (Maksudbhai Shah) અને રાણપુર ભાદર કાઠિયા ઘાંચી સમાજના પ્રમુખ અનીશ માંકડ (Anish Mankad) સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે કોંગ્રેસનાં પીઢ નેતા મકસુદ શાહની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી અનીશ માંકડે ધરપકડથી બચવા માટે ઝેરી દવા ગટગટાવી હતી. હાલ, અનીશ માંકડ પોલીસ જાપ્તા હેઠળ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોંગ્રેસનાં પીઢ નેતા મકસુદ શાહ

Advertisement

બાળકો પરત લાવવાની વાત કરીને મહિલા સાથે દુષ્કર્મ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, બોટાદમાં (Botad) મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના છૂટાછેડા બાદ તેના બાળકો મહિલાનાં માતા-પિતા પાસે હતા. બાળકોને પરત મેળવા મહિલાએ રાણપુર ભાદર કાઠિયા ઘાંચી સમાજના (Ranpur Bhadar Kathia Ghanchi Samaj) પ્રમુખ અનીશ માંકડ સાથે વાત કરી હતી. જો કે, અનીશ માંકડે બાળકો પરત લાવવાની વાત કરીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બાળકો પરત નહીં આવે તેમ કહીને અનીશ માંકડે અને કોંગ્રેસના પીઢ નેતા મકસુદ શાહે (Maksudbhai Shah) મહિલાને જાનથી મારવાની ધમકી આપી હતી.

Advertisement

રાણપુર ભાદર કાઠિયા ઘાંચી સમાજના પ્રમુખ અનીશ માંકડ

કોંગ્રેસ નેતાની ધરપકડ, અન્ય આરોપીએ ધરપકડથી બચવા ઝેરી દવા પીધી

મહિલાએ બંને શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં (Ranpur police station) ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરીને આરોપી કોંગ્રેસ નેતા મકસુદ શાહની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી અનીસ માંકડે (Anish Mankad) ધરપકડથી બચવા માટે ઝેરી દવા પીધી હતી. પોલીસે તેની ધરપકડ કરીને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે અનીશ માંકડ અને મકસુદ શાહ વિરુદ્ધ 376, 502-2 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. બોટાદ DySP મહર્ષિ રાવલે આ માહિતી આપી છે.

આ પણ વાંચો - CID Crime : આંગડીયા પેઢીના દરોડામાં સોનાની લગડી કોણે ગુમ કરી ?

આ પણ વાંચો - BHARUCH : સગા પિતાએ દીકરીને ગર્ભવતી બનાવી, પાપ છુપાવવા યુવકને સોંપી

આ પણ વાંચો - Ahmedabad : જાપ્તા પાર્ટી મજા કરતી રહી અને ભાજપ કાર્યકરનો હત્યારો ફરાર

Tags :
Advertisement

Trending News

.

×