ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Botad : અષાઢી બીજ પર્વે કષ્ટભંજન હનુમાનજીને 500 કિલો જાંબુના અન્નકૂટ સાથે વિશેષ શણગાર

બોટાદમાં (Botad) કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે ભગવાન હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ હનુમાન દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ (Annakoot) પણ ધરાવાયો છે. આજના દિવસે અન્નકૂટ અને વિશેષ શણગારનાં દર્શન કરવા માટે હનુમાનજી મંદિરે (Shree Kashtabhanjan...
01:52 PM Jul 07, 2024 IST | Vipul Sen

બોટાદમાં (Botad) કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે ભગવાન હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ હનુમાન દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ (Annakoot) પણ ધરાવાયો છે. આજના દિવસે અન્નકૂટ અને વિશેષ શણગારનાં દર્શન કરવા માટે હનુમાનજી મંદિરે (Shree Kashtabhanjan Hanumanji Temple) ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.

અમદાવાદમાં નગરચર્ચાએ નીકળ્યા ભગવાન

ગુજરાતભરમાં અષાઢી બીજ (Ashadhi Bij) નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં (Ahmedabad RathYatra) ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સાથે નગરચર્ચાએ નીકળ્યા છે. ત્યારે ભગવાનની એક ઝલક જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બીજી તરફ બોટાદમાં પણ કષ્ટભંજન દેવ હનુમાનજીને (Lord Hanumanji) અષાઢી બીજના દિવસે અન્નકૂટ અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

 

દાદાને 500 કિલો જાબુનો અન્નકૂટ ધરાવાયો

માહિતી મુજબ, બોટાદના (Botad) કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો છે. સાથે દાદાની મૂર્તિને વિશેષ શણગાર પણ કરાયો છે. હનુમાન દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હનુમાનજી દાદાના દર્શન કરીને લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી છે. 500 કિલો જાબુના અન્નકૂટનું પ્રસાદ તરીકે ભક્તોમાં વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો - RathYatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો - Bhavnagar : ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રાનો શુભારંભ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

આ પણ વાંચો - 147thRathYatraLIVE : મોસાળ સરસપુર પહોંચ્યા ભગવાન ‘જગન્નાથ’, ભક્તોની આતુરતાનો આવ્યો અંત

Tags :
ahmedabad rathyatraAnnakootAshadi BijBalaramjiBotadGujarat FirstGujarati NewsKashtabhanjan Hanumanji TempleLord HanumanjiLord JagannathjiSubhadraji
Next Article