ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Botad : તળાવમાં ડૂબી જવાથી મોતનો વધુ એક બનાવ, બે યુવકોએ ગુમાવ્યો જીવ

રાજ્યમાં છેલ્લા અમુક દિવસોમાં તળાવમાં ડૂબી જવાથી લોકોના મૃત્યુના બનાવ વધી ગયા છે. ભાવનગર (Bhavnagar), વડોદરા (Vadodara), મોરબી બાદ હવે બોટાદમાં (Botad) તળાવમાં ડૂબી જવાથી બે યુવકના મોતના સમાચાર છે. માહિતી મુજબ, બોટાદના સમઢીયાળા ગામના તળાવમાં નાહવા પડેલા 4 પૈકી...
09:40 PM May 23, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

રાજ્યમાં છેલ્લા અમુક દિવસોમાં તળાવમાં ડૂબી જવાથી લોકોના મૃત્યુના બનાવ વધી ગયા છે. ભાવનગર (Bhavnagar), વડોદરા (Vadodara), મોરબી બાદ હવે બોટાદમાં (Botad) તળાવમાં ડૂબી જવાથી બે યુવકના મોતના સમાચાર છે. માહિતી મુજબ, બોટાદના સમઢીયાળા ગામના તળાવમાં નાહવા પડેલા 4 પૈકી બે યુવકો ડૂબી જતા તેમનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં બોટાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ભાવનગર, વડોદરા, મોરબી (Morbi) બાદ હવે બોટાદમાંથી તળાવમાં ડૂબી જવાથી 4 પૈકી 2 યુવકોના મોત થયા છે. માહિતી મુજબ, બોટાદના સમઢીયાળા (Samdhiyala) ગામમાં આવેલા તળાવમાં બરવાળાના ચાર યુવકો નહાવા માટે આવ્યા હતા. બે યુવકો તળાવમાં નહાવા પડેલા અને બે યુવકો બહાર હતા. તળાવમાં નહાવા પડેલા બે યુવકો અચાનક પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા બોટાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે મૃતદેહ બહાર કાઢી પીએમની કાર્યવાહી કરી

ભાવનગર, વડોદરા, મોરબી બાદ હવે બોટાદમાં બનાવ

પોલીસે બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થેની કામગીરી હાથ ધરી હતી. પોલીસ તપાસ મુજબ, મૃતક યુવકોની ઓળખ અજય ગભાભાઈ મીર (ઉ. 18) અને ભદ્રિક રમેશભાઈ બાવળિયા (ઉ. 18) તરીકે થઈ હતી. આ મામલે પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અમુક દિવસથી રાજ્યમાં તળાવમાં પડી જતાં લોકોના મોતના બનાવોમાં વધારો થયો છે. અગાઉ ભાવનગરમાં બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી 4 કિશોરી ડૂબી જતાં ચારેયના મોત થયા હતા. જ્યારે, મોરબીમાં સાદુળકા ગામે મચ્છુ નદીમાં ન્હાવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. વડોદરામાં સિંધરોટ મહીસાગર નદીમાં (MAHISAGAR RIVER) ચાર યુવાનો ડૂબી જતાં મોતને ભેટ્યા હતા.

 

આ પણ વાંચો - VADODARA : મહીસાગર નદીમાંથી ચાર યુવાનોના મૃતદેહ મળી આવ્યા

આ પણ વાંચો - Morbi : વધુ એક કરુણાંતિકા…. તળાવમાં ડૂબી જવાથી 3 માસૂમોનાં મોત

આ પણ વાંચો - Bhavnagar : તળાવમાં 4 બાળકીઓના મોત મામલે કોંગ્રેસ નેતાએ Video બનાવી કર્યા ગંભીર આક્ષેપ

 

Tags :
BhavnagarBotadBotad Rural PoliceGujarat FirstGujarati NewslakeMachu riverMahisagar rivermorbisamdhiyalaVadodara
Next Article