ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bomb Blast Email: દેશમાં વિવિધ 52 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવાનો ઈમેઈલ, સુરત શહેર આતંકી સંકજામાં

Bomb Blast Email: દેશમાં અનેક વાર મેઈલના માધ્યમથી બ્લાસ્ટ અને આતંકી પ્રવૃતિને લઈ ધમકીઓ આપવાતી હોય છે. ત્યારે આજરોજ બપોરના સમયે એકસાથે દેશની વિવિધ 52 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવાનો મેઈલ પોલીસને મળ્યો હતો. ત્યારે તાત્કાલિક ધોરણે દેશની વિવિધ સ્થળો...
05:25 PM Apr 09, 2024 IST | Aviraj Bagda
Surat, Bomb Blast Email

Bomb Blast Email: દેશમાં અનેક વાર મેઈલના માધ્યમથી બ્લાસ્ટ અને આતંકી પ્રવૃતિને લઈ ધમકીઓ આપવાતી હોય છે. ત્યારે આજરોજ બપોરના સમયે એકસાથે દેશની વિવિધ 52 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવાનો મેઈલ પોલીસને મળ્યો હતો. ત્યારે તાત્કાલિક ધોરણે દેશની વિવિધ સ્થળો પર બોમ્બ સ્ક્વોર્ડે તપાસ હાથ ધરી છે.

 

Surat, Bomb Blast Email

ઉમરા પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ ટીમ ઘટના સ્થળ પર 

મળતી માહિતી મુજબ, આજરોજ બપોરના સમયે સુરત શહેરમમાં આવેલો VR મોલ તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવ્યો છે. કારણ કે...ઈમેઈલમાં જાહેર કરવામાં આવેલી 52 જગ્યાઓમાં ગુજરાતના સુરત શહેરના VR મોલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત જેટલા લોકોને બચાવી શકાઈ, તેટલા લોકોને બચાવી લો તેવું મેઇલમાં લખવામાં આવ્યું હતું. ત્યારે સ્થાનિક ઉમરા પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડે VR મોલ પહોંચી ગઈ હતી.

Bomb Blast Email

ઉમરા પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડે VR મોલમાં હાજર તમામ લોકોને સુરક્ષિત રીતે મોલની બહાર નીકાળવવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર મોલની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ મોલમાં અત્યાર સુધી બોમ્બ મળી આવ્યો નથી. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, આ મામલે શું હકીકતો સામે આવશે ?

આ પણ વાંચો: AHMEDABAD : શહેરમાં પહેલીવાર આર્થ્રોસ્કોપી કોન્ફરન્સનું આયોજન કરાયું

આ પણ વાંચો: Himatnagar : કૂતરાને બિસ્કીટ ખવડાવવા બાબતે ઝઘડો થતા 4 વિરૂદ્ધ સામસામી ફરિયાદ

આ પણ વાંચો: Bhuj Municipal Corporation: પાલિકાના ટેન્કરો અધિકારીઓની સેવામાં, સ્થાનિકો પાણી માટે કાલાવેલી કરતા

Tags :
Anti Terrorism SquadATSBomb BlastBomb Blast EmailBomb SquadGujaratGujarat ATSGujaratFirstIndiaSuratterror attack
Next Article