ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટના આ કોંગ્રેસ આગેવાન બનશે ભાજપના નવા અર્જુન

ARJUN KHATARIYA BJP : લોકસભાની ચૂંટણીને હવે ફક્ત ગણતરીનો જ સામે બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ( BJP ) દ્વારા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકોને જીતવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી...
09:13 AM Jan 16, 2024 IST | Harsh Bhatt

ARJUN KHATARIYA BJP : લોકસભાની ચૂંટણીને હવે ફક્ત ગણતરીનો જ સામે બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ( BJP ) દ્વારા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકોને જીતવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, આજરોજ ગાંધીનગરના કમલમ્ ખાતે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન નેતા અર્જુન ખાટરિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયો ધારણ કરશે.

થોડા સમય પહેલા કોંગ્રેસે અર્જુન ખાટરિયાનું કોંગ્રેસે રાજીનામુ માંગી લીધુ હતુ

અર્જુન ખાટરિયા

થોડા દિવસ પહેલા જ રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અર્જુન ખાટરિયાનું કોંગ્રેસે રાજીનામુ માંગી લીધુ હતુ. પરંતુ તે પહેલાથી જ અર્જુન ખાટરિયા ઘણા સમયથી ભાજપમાં જોડાય અથવા કેસરિયા કરે તેવી અટકળો ચાલતી હતી. હવે આજે બપોરે 12:30 વાગ્યે ગાંધીનગરના કમલમ્ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની હાજરીમાં તેઓ ભાજપ સાથે જોડાઈ શકે છે.

અર્જુન ખાટરિયા 2017 માં વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા

અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભી ખાટરિયાના પુત્ર છે. તેઓ અર્જુનભાઈ વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 15,397 મતથી હાર્યા હતા. આગામી સમયમાં રાજકોટ જિલ્લામાંથી કોંગ્રેસના અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો -- Gujarat Weather : હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર, 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી

વાંચો અગત્યના સમાચાર -- CM ભૂપેન્દ્ર પટેલે દિયોદરના સણાદર પ્લાન ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું

આ પણ વાંચો -- CM દ્વારા રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કેમ્પસમાં 481 કરોડ રૂપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

Tags :
ARJUN KHATARIYABJPCongressCR PatilGandhinagarGujarat PoliticsLok Sabha Election 2024PARTY JOINRAJKOT
Next Article