Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP Candidate Parshottam Rupala: ભાજપના નેતાઓએ ઉમેદવારી પરત ખેંચવા પર પત્ર લખ્યો

BJP Candidate Parshottam Rupala: હાલ, ગુજરાત રાજ્ય (Gujarat) માં રાજકારણના બદલે સામાજિક મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. કેન્દ્રીય મંત્રી અને BJP રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના નિવેદનને લઈ સમગ્ર ગુજરાત પર અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતા...
04:47 PM Apr 07, 2024 IST | Aviraj Bagda
BJP Candidate Parshottam Rupala

BJP Candidate Parshottam Rupala: હાલ, ગુજરાત રાજ્ય (Gujarat) માં રાજકારણના બદલે સામાજિક મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. કેન્દ્રીય મંત્રી અને BJP રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના નિવેદનને લઈ સમગ્ર ગુજરાત પર અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધના વાદળો ફરી વળ્યા છે. તો ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો કેન્દ્રીય મંત્રીની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યા છે. અને તેઓ તેમની આ વાત અડગ રહ્યા છે.

તો ક્ષત્રિય સમાજની માગને લઈ ગુજરાત (Gujarat) ના વિવિધ BJP કાર્યકારોએ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમને સ્વૈચ્છિક રીતે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટેનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેવાની રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જામનગર જીલ્લામાં BJP ના મહામંત્રી અભિષેકભાઈ પટવાએ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ને પત્ર લખ્યો છે.

સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પરત લેવા પત્રમા કરી વિનંતી

BJP Candidate Parshottam Rupala

તે ઉપરાંત પ્રવિણસિંહ જાડેજાએ પણ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ને પત્ર લખી ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેવા માટે રજૂઆત કરી હતી. તે ઉપરાંત એવી પણ પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત (Gujarat) માં BJP પક્ષને સંભવિત નુકસાન અટકાવવા અને ગુજરાત (Gujarat) માં શાંતિપૂર્ણ માહોલ માટે ઉમેદવારી પત્ર સ્વૌચ્છિક રીતે પરત લેવા માટે રજૂઆત કરી છે.

નજીકના દિવસોમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ નજીકના દિવસોમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. તો હવે એ જોવાનું રહ્યું કે, ગુજરાતમાં BJP નું ગઢ કહેવાતું શહેર રાજકોટમાંથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પત્રક પરત લે છ, કે પછી BJP દ્વારા તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે. કે પછી કોઈ અજ્ઞાત નવી-જુની ગુજરાતમાં BJPના રાજકારણમાં જોવા મળશે.

આ પણ વાંચો: GODHRA : સિંચાઈ માટે બનાવવામાં આવેલ કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની

આ પણ વાંચો: VADODARA : પોલીસ મથકમાંથી 22 બિનવારસી વાહનો મળી આવ્યા

આ પણ વાંચો: KOTESHWAR MAHADEV : નવહતી મેળામા હજારોની સંખ્યામાં આદીવાસી સમાજે અસ્થી વિસર્જન કર્યું

Tags :
BJPBJP CandidateBJP Candidate Parshottam RupalaCandidateLok Sabha Election 2024Lok-Sabha-election
Next Article