BJP : લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ યુવા મોરચો એક્શનમાં, યુવા ચોપાલ, યુવા કૉન્ક્લેવ, યુવા અડ્ડા જેવા કાર્યક્રમ યોજાશે
લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) હવે થોડો જ સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપે (BJP) તેના પ્રચાર-પ્રસારની રણનીતિ ઘડવાની કામગીરી શરૂ કરી દીધી છે. ગુજરાતની વાત કરીએ તો બીજેપી (BJP) દ્વારા બેઠકોનો શરૂ કરાયો છે. ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ યુવા મોરચા પણ એક્શન મોડમાં કામ કરી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગરના કલમ ખાતે ગુજરાત યુવા મોરચાની (Gujarat Yuva Morcha) બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટની (Prashant Korat) અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં 11.11 લાખથી વધુ મતદાતાઓનું રજિસ્ટ્રેશન છે. ત્યારે દરેક મતદાતા અને યુવાઓ સુધી સરકારની યોજનાઓ, વિકાસલક્ષી કામ, ભવિષ્યની યોજનાઓ, પ્રોજેક્ટ્સ પહોંચાડવાની જવાબદારી યુવા મોરચાને સોંપાઇ છે.
યુવા ચોપાલ, યુવા કૉન્ક્લેવ, યુવા અડ્ડા જેવા કાર્યક્રમ
આ સાથે બેઠકમાં લોકસભાની ચૂંટણી પહેલા યુવા ચોપાલ, યુવા કૉન્ક્લેવ, યુવા અડ્ડા જેવા કાર્યક્રમ યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, આવનારા દિવસોમાં શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ સાથે બેઠક કરાશે. માહિતી મુજબ, 20 ફેબ્રુઆરીથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી બેઠકો ચાલશે. આ બેઠકમાં આ વર્ષે ચૂંટણીમાં ફરી મોદી સરકાર લાવવા આહ્વાન કરાશે
આ પણ વાંચો - Gujarat Police : ફેરિયાની દીકરીના હ્રદયનું મોંઘુદાટ ઓપરેશન PSI એ કરાવ્યું