Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First EXCLUSIVE : ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું છલકાયું દર્દ, વાંચો અહેવાલ

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ગુજરાતની રાજનીતિમાં (Gujarat Politics) ભારે હલચલ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First EXCLUSIVE) પર સૌથી મોટો ખુલાસો થયો છે. સાબરકાંઠા (Sabarkantha) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર ભીખાજી ઠાકોરે (Bhikhaji Thakor)...
gujarat first exclusive   ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું છલકાયું દર્દ  વાંચો અહેવાલ

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ગુજરાતની રાજનીતિમાં (Gujarat Politics) ભારે હલચલ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First EXCLUSIVE) પર સૌથી મોટો ખુલાસો થયો છે. સાબરકાંઠા (Sabarkantha) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર ભીખાજી ઠાકોરે (Bhikhaji Thakor) ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરીને અનેક મોટા ખુલાસા કર્યા છે. ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું દર્દ છલકાયું અને તેમણે કહ્યું હતું કે, મારા કરતા મારા સમર્થકો વધારે દુઃખી છે. પાર્ટીના આદેશ બાદ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી. જો પાર્ટી હજી મને તક આપે તો હું ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. તેમણે કહ્યું કે, અટકને લઈને તમામ સાચા પૂરાવા મેં હાઈકમાન્ડને આપ્યા છે.

Advertisement

મારા કરતા મારા સમર્થકો વધારે દુઃખી છે : ભીખાજી ઠાકોર

સાબરકાંઠા (Sabarkantha) લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર એવા ભીખાજી ઠાકોરે (Bhikhaji Thakor) ગુજરાત ફર્સ્ટ (Gujarat First EXCLUSIVE) સાથે ખાસ વાતચીત કરી છે. ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું દર્દ છલકાયું હતું. તેમણે જણાવ્યું કે, આ નિર્ણયથી મારા કરતા મારા સમર્થકો વધારે દુઃખી છે. રાજકારણમાં મારો કોઈ ગોડફાધર નથી. પાર્ટીના આદેશ બાદ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી. તેમણે આગળ કહ્યું કે, જો પાર્ટી હજી પણ મને તક આપે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું. હજી પણ 6 લાખની લીડ અપાવી ભાજપને (BJP) જીતાડી શકું છું. આ સાથે અટકને લઈને થયેલા વિવાદ મુદ્દે પણ ભીખાજી ઠાકોરની સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, અટકને લઈને તમામ સાચા પૂરાવા મેં હાઈકમાન્ડને આપ્યા છે.

Advertisement

અગાઉ ટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી

જણાવી દઈએ કે, સાબરકાંઠામાં (Sabarkantha) ભાજપના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરનું (Bhikhaji Thakor) નામ જાહેર કરી દીધું હતું અને તેમણે પ્રચાર પણ શરુ કરી દીધો હતો પણ અચાનક વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટની સાથે જ તેમણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સૌને ચોંકાવ્યા હતા. તેમણે પોતાના એક્સ (અગાઉ ટ્વીટર) એકાઉન્ટ પર પોસ્ટ કરી લખ્યું કે, 'હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.' જો કે, તેમણે થોડા સમયમાં જ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. પરંતુ, તેમની આ પોસ્ટ વાઇરલ થતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભારે રોષ સાથે ભાજપ દ્વારા ટિકિટ ભીખાજીને જ ચાલુ રાખવા માગ કરી હતી. જો કે, સમર્થકોને સમજાવવા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે સમર્થકોને સમજાવીને પરત મોકલ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Gujarat BJP : લોકસભાની ચૂંટણી પહેલા આ 4 બેઠકો હાલ ઘણી ચર્ચામાં, ક્યાંક BJP ઉમેદવારોની પીછેહઠ તો ક્યાંક કરાયા દાવા!

આ પણ વાંચો - BJP : ભીખાજી ઠાકોર અને મિતેશ પટેલે આખરે શું કહ્યું

આ પણ વાંચો - SURAT : ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા નેટવર્ક મજબૂત કરવા BJP નો પ્રયાસ, CR પાટીલની હાજરીમાં આ ખાસ આયોજન

Tags :
Advertisement

.